ગુજરાત સરકાર દ્રારા ટાટા જૂથને ચિપનું ઉત્પાદન કરવા માટે . ૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ મેગા સેમિકન્ડકટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે ધોલેરામાં લગભગ ૧૬૦ એકર જમીન ફાળવવામાં આવી છે તેમ ઉચ્ચ સુત્રોએ જણાવ્યું છે. બીજી તરફ સીજી પાવરને સાણંદમાં તેના એટીએમપી (એસેમ્બલી, ટેસ્ટિંગ, માકિગ અને પેકેજિંગ) પ્લાન્ટ માટે ૨૮ એકર જમીનની ઓફર–કમ–એલોટમેન્ટ (ઓસીએ) આપવામાં આવી છે, જે . ૭,૬૦૦ કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે.
ટોચના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓની હાજરીમાં બંને પ્રોજેકટનો ભૂમિપૂજન સમારોહ યોજાય તેવી શકયતા છે. વડાપ્રધાન ૧૨ માર્ચે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ પ્લાન્ટનું ઉધ્ઘાટન થાય તેવી પણ શકયતાઓ જોવાઈ રહી છે. અગાઉ ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે ભારતમાં ' સેમિકન્ડકટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમ્સના વિકાસ હેઠળ ત્રણ સેમિકન્ડકટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. એવી જાહેરાત કરવામાં આવી હતી કે ત્રણેય એકમો આગામી ૧૦૦ દિવસમાં બાંધકામ શ કરી દેશે. આ કારણે ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે તાતા અને સીજી ગ્રુપને જમીન ફાળવણી કરી દીધી છે.
કેન્દ્રીય સંચાર, ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કેબિનેટ બ્રીફિંગમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાને દેશમાં સેમિકન્ડકટર ફેબ સ્થાપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડકટર ફેબ ટાટા અને પાવરચિપ દ્રારા સેટઅપ કરવામાં આવશે. તાઈવાન, જેનો પ્લાન્ટ ધોલેરામાં હશે અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે આ સુવિધા દ્રારા વાર્ષિક ૩૦૦ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ઉત્તરપૂર્વને આસામમાં તેનું પ્રથમ સેમિકન્ડકટર યુનિટ મળશે. અહીંથી દરરોજ ૪૮ મિલિયન ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ત્રણેય એકમોમાં સંચિત રોકાણ એક લાખ છવીસ હજાર કરોડનું થશે. સાણદં યુનિટમાં ૭,૬૦૦ કરોડનું રોકાણ થશે. ભારતમાં સેમિકન્ડકટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેકચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેનો કાર્યક્રમ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ કુલ . ૭૬,૦૦૦ કરોડના ખર્ચ સાથે સૂચિત કરવામાં આવ્યો હતો. જૂન, ૨૦૨૩ માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડકટર યુનિટ સ્થાપવા માટે માઈક્રોનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ એકમનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને એકમ નજીક એક મજબૂત સેમિકન્ડકટર ઇકોસિસ્ટમ ઉભરી રહી છે. મંજૂર ત્રણ સેમિકન્ડકટર એકમો છે. ૫૦,૦૦૦ વેફર સ્ટાટર્સ ક્ષમતા સાથે સેમિકન્ડકટર ફેબ: ટાટા ઇલેકટ્રોનિકસ પ્રાઇવેટ લિમિટેડ પાવરચિપ સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કોર્પ તાઇવાન સાથે ભાગીદારીમાં સેમિકન્ડકટર ફેબની સ્થાપના કરશે. આ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરામાં થશે. આ ફેબમાં ૯૧,૦૦૦ કરોડ પિયાનું રોકાણ થશે.
પીએસએમસી લોજિક અને મેમરી ફાઉન્ડ્રી સેગમેન્ટમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે. પીએસએમસી તાઇવાનમાં ૬ સેમિકન્ડકટર ફાઉન્ડ્રી ધરાવે છે. પ્લાન્ટની ક્ષમતા દર મહિને ૫૦,૦૦૦ વેફર સ્ટાટર્સ હશે.એક વેફરમાં ૫,૦૦૦ ચિપ્સ હોય છે. આ પ્લાન્ટ વાર્ષિક ૩૦૦ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ ચિપ્સ ઓટોમોબાઈલ, ટેલિકોમ જેવા ૮ ક્ષેત્રોને આવરી લેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech