ટીવીની પોપ્યુલર સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં સોઢીનો કિરદાર નિભાવનારા એકટર ગુરચરણ સિંહ ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. ૨૨ એપ્રિલથી આ કલાકાર ગુમ છે. હવે પોલીસે આ કેસમાં અપહરણની કલમ પણ ઉમેરી છે. ઈન્ડિયન પિનલ કોડ ૩૬૫ અંતર્ગત ફરિયાદ પણ નોંધવામાં આવી છે.પોલીસને એક સીસીટીવી ફટેજ પણ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.
ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે– પોલીસ સુત્રોએ મને ફોન કર્યેા હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુચરન યાં પણ હશે સલામત હશે. ભગવાન તેની રક્ષા કરે. ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેઓને અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડા હતા. સોઢીના પિતાએ કહ્યું કે હવે તે બરાબર છે અને ઘરે છે. આરામ કરી રહ્યા છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. જો કે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યકિત સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે.
ગુરચરણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં ગુરચરનના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. પછી એક સમય એવો આવ્યો કે તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો. શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું
પોલીસને હાથ લાગ્યા કેસને લગતા સીસીટીવી ફટેજ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરચરણ સિંહ ૫૦ વર્ષના છે. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગુરચરણ ૨૨ એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યા હતા. તેમની દિલ્હી એરપોર્ટથી ૮:૩૦ વાગ્યે લાઈટ હતી, પરંતુ તેમણે લાઈટ લીધી ન હતી અને મુંબઈ પહોંચ્યો ન હતો. ૨૫ એપ્રિલે બપોરે ૩ વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના હાથમાં હવે એક સીસીટીવી છે, જેમાં ગુરચરણ સિંહ ત્યાંથી જતા જોવા મળે છે. અભિનેતાનો ફોન પણ ૨૪ એપ્રિલ સુધી કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું કહેવાય છે. યારે પોલીસે ફોનના ટ્રાન્જેકશન બહાર કાઢા ત્યારે તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech