‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના 'ટપ્પુ' ની ટીવી પર વાપસી, 5 વર્ષ પછી આ શો સાથે કરી રહ્યો છે કમબેક

  • September 11, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભવ્ય ગાંધીએ સૌથી લાંબી ચાલતી સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) માં 'ટપ્પુ'ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. જોકે તેણે થોડા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. તારક મહેતાના ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી એકવાર ટીવી પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. જાણો ભવ્ય કઈ સિરિયલમાં જોવા મળશે?


ભવ્ય ગાંધી નેગેટિવ રોલમાં જોવા મળશે


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ટપ્પુ ઉર્ફે એક્ટર ભવ્ય ગાંધી હવે શો 'પુષ્પા ઈમ્પોસિબલ'માં સાઈકોટિક એન્ટગોનિસ્ટ પ્રભાસ તરીકે જોવા મળશે. ભવ્ય આ શોમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે. શોમાં ભવ્ય પુષ્પા (કરુણા પાંડે) અને તેના પરિવારના જીવનમાં ખતરો બનીને પ્રવેશે છે. સાઈકોટિક એન્ટગોનિસ્ટ  તરીકે તેનું પાત્ર બદલો લેવા અને વિનાશની શોધમાં હોય એવું છે. જે ટપ્પુના પાત્ર તરીકેની તેની અગાઉની નિર્દોષ અને તોફાની ભૂમિકાથી ઘણું અલગ છે.


ભવ્યએ તેના કમબેક શો વિશે શું કહ્યું?

શોમાં તેના રોલ વિશે વાત કરતા ભવ્યએ કહ્યું, "પ્રભાસની ભૂમિકા ભજવવી એ મારા માટે એક શાનદાર અનુભવ છે. કારણકે હું પહેલીવાર નકારાત્મક પાત્ર ભજવી રહ્યો છું અને આ રોલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્દોષ ટપ્પુના રોલથી ખૂબ જ અલગ છે.


ભવ્ય આગળ કહે છે કે "પ્રભાસ અનપ્રિડીકટેબલ છે. બહારથી તે શાંત દેખાય છે પણ અંદરથી તે એક શેતાન છે. હોમ ચેનલ સોની સબ પર આવા જટિલ પાત્ર સાથે ટેલિવિઝન પર પાછા ફરવું મારા માટે ખૂબ રોમાંચક છે."


શોની વાર્તા શું છે?

અવ્યવસ્થિત વર્તન અને ટ્વીસ્ટેડ સ્વભાવ ધરાવતા પ્રભાસનો શાંત સ્વભાવ સૌથી પરેશાન કરવાનો ગુણવ છે. તે પોતાનો અવાજ ઉઠાવતો નથી પરંતુ તેની અંદર એવી અશાંતિ છે જે તેની આસપાસના લોકોને અસ્વસ્થ બનાવે છે. તે એક ક્ષણે મોહક અને નમ્ર બની શકે છે  પરંતુ બીજી ક્ષણે ખતરનાક અને ડરામણો બની શકે છે. તેનો અણધાર્યો સ્વભાવ તેની આસપાસના લોકોને ચિંતિત રાખે છે કે તેનો મૂડ ક્યારે બદલાશે તેઓ તે નથી જાણતા. તે અશ્વિન સાથે બદલો લેવા માંગે છે, જે તેની બહેન રાશીને ટ્રોલ કર્યા પછી પ્રભાસનો સામનો કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application