સુરેન્દ્રનગરના વઢવાણ નિવાસી તાંત્રિક ભૂવા નવલસિંહ ચાવડાએ દાદી, માતા અને કાકા સહિત ૧૨ વ્યકિતની હત્યા કરી હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. ભૂવાની લોકઅપમાં તબીયત લથડતા અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અંતે મોત થયું છે.આ તાંત્રિકે જે ૧૨ વ્યકિતની હત્યા કરી હતી.તેમાં રાજકોટના પરિવારનો પણ સમાવેશ થાય છે.ભગવતીપરામાં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ ગત મે માસમાં પડધરી પાસે આત્મહત્યા કરી હોવાનું જે તે સમયે સામે આવ્યુ હતું.પણ હકીકતમાં આ ભુવાએ જ તેને ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કર્યાનું સામે આવ્યું છે.
ગત તા. ૨૨ મે, ૨૦૨૪ના રોજ રાજકોટના પડઘરી નજીક આવેલા મોટા રામપરા ગામે સરકારી ખરાબાની જમીનમાં જીજે.૦૩.બીએકસ.૨૮૫ નંબરની રિક્ષામાં બેભાન હાલતમાં મહિલા સહિત ત્રણ લોકો પડા હોવાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મોબાઈલ અને રિક્ષા નંબરના આધારે તપાસ હાથ ઘરી હતી.તપાસ દરમિયાન ત્રણેય મૃતક રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મૃતક કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ (ઉ.વ.૬૨) તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસિફ મુકાસમ (ઉ.વ ૩૫) હોવાનું જાણવા મળ્યું હતું. કાદરભાઇ પોતે રિક્ષાચાલક હતા,પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે પણ પોલીસે કબજે કરી હતી. એમાં આ પગલું તેમણે આર્થિક ભીંસ અને બીમારીના કારણે ભરી લીધુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે, આરોપી નવલસિંહ ચાવડાએ તેમને ઝેરી પદાર્થ પીવડાવીને હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.આ પરિવાર આર્થિક સંકડામણમાં હોય તે આ તાંત્રિક પાસે જતો હોવાનું સામે આવ્યું છે.
સરખેજ પોલીસે આપેલી માહિતી મુજબ ગત તા.૦૩ ડિસેમ્બરના રોજ અમદાવાદના એક ઉધોગપતિ અભીજીતસિંહ રાજપૂતને તાંત્રીક વીધી જાણતો હોવાનું જણાવી ચારગણા પિયા આપવાની લાલચ આપી હત્યાનો પ્લાન ઘડયો હતો. પરંતુ સફળતા મળે તે પહેલા જ તાંત્રીક ભુવા નવલસિંહ ચાવડાને પોલીસે ઝડપી લીધો હતો અને કોર્ટ સમક્ષ રજુ કરતા ૧૦ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર થયા હતા જે રીમાન્ડ દરમ્યાન ભુવા નવલસિંહે તાંત્રીક વીધીના બહાને કુલ ૧૨ વ્યકિતની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી જેમાં રાજકોટના પડધરીમાં–૩, સુરેન્દ્રનગરમાં –૩, વાંકાનેરમાં–૧, અંજારમાં–૧ અને અસલાલીમાં–૧ વ્યકિત અને પોતાના પરિવારના દાદી, માતા અને કાકા સહિત કુલ ૧૨ વ્યકિતની હત્યાની કબુલાત કરી હતી.
૨૦૨૩માં ચાવડા પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી. જે બાદ તેમના મૃતદેહને દૂધરેજ નહેરમાં ફેંકી દીધા હતા. સુરેન્દ્રનગર પોલીસે તેને સામૂહિક આત્મહત્યાનો મામલો ગણ્યો હતો. તેણે દીપેશ પાટડીયા, તેની પત્ની તથા પુત્રી ઉત્સવીની હત્યા કરી હતી. પાટડીયા પરિવાર પણ ચાવડાને ઓળખતો હતો. પરિવારે અંતિમ કાલ આરોપીને કર્યેા હતો. સુરેન્દ્રનગર પોલીસે ચાવડાની પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું.
જે મામલે તપાસ અર્થે સરખેજ પોલીસ ટીમ દ્રારા ગત તા.૦૫ ડિસેમ્બરના રોજ ભુવા નવલસિંહને વઢવાણ ખાતે તેના નિવાસ સ્થાને તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો અને મોડીસાંજ સુધી તપાસ હાથધરી હતી. જે દરમ્યાન લોકઅપમાં અચાનક ભુવાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો યાં અમદાવાદ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન જ ભુવાનું મોત નીપયું હતું
પાણી– દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી પીવડાવ્યા બાદ ૨૦ મિનિટમાં મોત
મૃત્યુ પામેલ ભુવા નવલસિંહની રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા લોકોને ટાર્ગેટ બનાવવામાં માટે સોડીયમ નાઈટ્રેટને પાણી અથવા દારૂમાં મીક્ષ કરી આપતો હતો જેથી તે વ્યકિતનું ૨૦ થી ૨૫ મીનીટમાં જ મોત નીપજતું હતું તેમજ હાર્ટએટેક આવી જતો હતો અને ત્યારબાદ રૂપિયા પડાવી લેતો હોવાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું
સુરેન્દ્રનગરની લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો
મૃતક ભુવા નવલસિંહની રીમાન્ડ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવતું સોડીયમ નાઈટ્રેટ સુરેન્દ્રનગર શહેરના સ્મશાન રોડ પર આવેલ કિરણ લેબોરેટરીમાંથી કોઈ બહાને ખરીદતો હોવાનું પણ સામે આવ્યું છે જે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
તાંત્રિક સ્યુસાઇડ નોટ પણ લખાવી લેતો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી તાંત્રિક જે વ્યકિતને ટાર્ગેટ કરે તેને ફોસલાવીને સ્યુસાઇડ નોટ લખાવી લેતો હતો. જે બાદ વ્યકિતનું મોત થાય ત્યારે તે નોટ તેની સાથે રાખતો હતો. રાજકોટના ભગવતીપરાના પરિવાર પાસે પણ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પ્રાથમિક દ્રષ્ટ્રિએ જ આત્મહત્યાનો બનાવ હોય તેવું જણાતું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech