જામનગર નજીક ટેન્કરે એસટી બસને હડફેટે લીધી

  • June 02, 2023 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાગે અથડાવી ૫૦ હજારનું નુકશાન કર્યુ

જામનગર-રાજકોટ હાઇવે અશોક લેલેન્ડના વર્કશોપ પાર્કિંગ ખાતે ગઇકાલે ટ્રક ટેન્કરચાલકે રીવર્સમાં ચલાવી એસટી બસમાં અથડાવી નુકશાન પહોચાડયુ હતું.
જામનગર-રાજકોટ હાઇવે વર્કશોપના પાર્કિંગ ખાતે ટ્રક ટેન્કર નં. એનએલ૦૧-એએફ-૮૩૦૧ના ચાલકે ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવી એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૯૨૭૫ના આગળના ભાગે અથડાવી અંદાજે ૫૦ હજાર જેટલુ નુકશાન પહોચાડયુ હતું આ અંગે લતીપુરમાં રહેતા એસટીના કર્મચારી રાજીવગીરી લાભુગીરી ગોસાઇ દ્વારા પંચ-બીમાં ટેન્કરચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.
**
ખીજડીયા બાયપાસ પાસે કારે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બે ઘાયલ
ફરીયાદી અર્ચનાબેન તથા અવીકા (ઉ.વ.૮) બંને એવીયેટર બાઇક નં. જીજે૧૦એએલ-૯૬૭૩માં બેસીને ગત તા. ૨૫ના રોજ જતા હતા ત્યારે ખીજડીયા બાયપાસ પાસે આવેલ સમરસ હોસ્ટેલ પાસે પહોંચતા ઉપરોકત નંબરની કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને પાછળથી ઠોકર મારી હતી, આ અકસ્માતમાં ફરીયાદીને માથા, મોઢાના ભાગે તથા સાહેદને માથા તથા પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી.
**
ખંભાળિયા નજીક ઈક્કો કારની અડફેટે વેપારી યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતા જીતેનભાઈ ભરતભાઈ દતાણી નામના ૩૨ વર્ષના વેપારી યુવાન પોતાના મોટરસાયકલ પર બેસીને આંબરડી ગામે જવા માટે નીકળ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી એક ઈક્કો મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા જીતેનભાઈને નાની-મોટી ઈજાઓ સાથે તેમજ તેમની સાથે જઈ રહેલા તેમના બહેનને પણ ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જીતેનભાઈ દતાણીની ફરિયાદ પરથી ઈક્કો મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application