ઈડીની પૂછપરછથી તમન્ના ભાટિયાની મુશ્કેલી વધી

  • October 18, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ઈડી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તમન્નાને ઈડી દ્વારા એચપીઝેડ એપ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં સમન્સ મોકલવામાં આવ્યું છે.
તમન્ના ભાટિયાએ આ એપ પર મેચ જોવાનો પ્રચાર કર્યો હતો. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી 2ને કારણે ચર્ચામાં હતી. તમન્નાની સાથે તેની માતા પણ હતી. આ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચ જોવાના કથિત પ્રચાર માટે અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. માહિતી અનુસાર, અત્યાર સુધી EDએ આ એપના આધારે કૌભાંડની તપાસમાં 497.20 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે.

કરોડો રૂપિયાની છેતરપિંડી

આ એપ મૂળભૂત રીતે એક સટ્ટાબાજીની એપ્લિકેશન છે જેમાં ઘણા પ્રકારની રમતો છે. આ એપ દ્વારા લોકોને 57,000 રૂપિયાના રોકાણ માટે દરરોજ 4,000 રૂપિયા આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ છેતરપિંડી માટે, વિવિધ બેંકોમાં શેલ કંપનીઓના નામે નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા જેમાં રોકાણકારો પાસેથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આરોપીઓએ આ પૈસા ક્રિપ્ટો અને બિટકોઈનમાં ઈન્વેસ્ટ કર્યા હતા અને મહાદેવ જેવી અનેક સટ્ટાબાજીની એપમાં પૈસા રોક્યા હતા. આ પહેલા પણ બેટિંગ એપમાં પ્રમોશન માટે ઘણા સેલેબ્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આમાં ઘણા મોટા નામ સામેલ છે.

રણબીર અને શ્રદ્ધા બંને આ એપની એડમાં જોવા મળ્યા હતા
ગયા વર્ષે, અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને પણ ઈડી દ્વારા મહાદેવ એપ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. રણબીર અને શ્રદ્ધા બંને આ એપની એડમાં જોવા મળ્યા હતા. આ એપના કારણે રણબીર અને શ્રદ્ધા ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને પણ બોલાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application