સાઉથની સ્વપ્નસુંદરી તમન્ના ભાટિયા પણ કરવા જઇ રહી છે લગ્ન

  • February 17, 2023 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • નવવર્ષે આ એક્ટરને કિસ કર્યાની ઘટના બાદ લવસ્ટોરી આગળ વધી
  • હવે તમન્નાએ પ્રિયપાત્ર સાથે વેલેન્ટાઇન ડે પર ક્વોલિટી ટાઇમ વિતાવ્યો



સાઉથની સ્વપ્નસુંદરી તમન્ના ભાટિયનાને તેના સપનાનો રાજકુમાર મળી ગયો  હોવાનું લાગે છે. કારણ કે  બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં આવી છે. આમ તો આ પહેલા પણ બિઝનેસમેન અને ડોક્ટર સાથે અભિનેત્રીના લગ્નના સમાચાર આવી ચૂક્યા છે. પણ આ વખતે  તમન્નાએ તેના નજીકની વ્યક્તિ સાથે વેલેન્ટાઇન ડે પર ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. તાજેતરમાં જ આ કપલે સોશિયલ મીડિયા પર પણ આડકતરી રીતે તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે!

તમન્ના ભાટિયાનો નવા વર્ષ પર અભિનેતા વિજય વર્મા સાથે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમના અફેરની ખબરો આવી રહી છે અને અત્યાર બન્ને કોઈ પણ પ્રકારે ખુલાસો કર્યો નથી.

 તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથે વેલેન્ટાઈન ડે વિતાવ્યો! આ માહિતી વિજયની એક પોસ્ટમાંથી પણ મળી હતી. કારણ કે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે હૃદયનું ઇમોટિકોન બનાવ્યું હતું. ચાહકોએ તરત જ ફોટામાં તમન્નાના જેકેટને ઓળખી કાઢ્યું અને પુષ્ટિ કરી કે બંને એક કપલ છે.

વિજયની ઇન્સ્ટા સ્ટોરી ત્યારથી વાયરલ થઈ છે, ઘણા ચાહકો અનુમાન પણ લગાવી રહ્યા છે કે આ એક સંકેત હોઈ શકે છે કે દંપતી તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવાની યોજના બનાવી રહ્યા હોય. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ અફવાઓનું ખંડન કે પુષ્ટિ કરી નથી.

આવી સ્થિતિમાં હવે ચાહકો અભિનેત્રીના સંબંધની સ્થિતિ વિશે વધુ સત્તાવાર માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો પ્રમાણે કપલ લસ્ટ સ્ટોરીઝ 2 ના સેટ પર મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા પહેલા મિત્રો તરીકે શરૂઆત કરી હતી.

 તમન્ના ભાટિયા પંજાબી સિંગર દિલજીત દોસાંજના મ્યુઝિક કોન્સર્ટમાં પણ સાથે જોવા મળી હતી. ભૂતકાળમાં પણ આ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application