શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અરજદારોએ આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં જામનગર શહેર મામલતદારશ્રીની કચેરીને અરજી મોકલવાની રહેશે
જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારીશ્રી, જાડા, જામનગરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદારશ્રીની કચેરી ખાતે યોજવામાં આવશે.અરજદારોએ આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે શહેર મામલતદારશ્રી, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMઅમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ: આતંકી પસિયાને જવાબદારી લીધી:સેનાનો ઇનકાર
February 22, 2025 03:06 PMએર ઇન્ડિયા દ્વારા તૂટેલી સીટ આપવા બદલ શિવરાજ સિંહ ચૌહાણ ભડક્યા
February 22, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech