જામજોધપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર યોજાઈ

  • January 18, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જામજોધપુર તાલુકાના પશુપાલકોને પશુ માવજત, પશુઓનું રહેઠાણ, પશુ સંવર્ધન, પશુ સારવાર તથા રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને કે.સી.સી. પશુપાલન વિશે જામનગર પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ ખાંટ, નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જામજોધપુર ગૌશાળા પ્રમુખ કાંતિભાઈ રામોલિયા અને જામનગર પશુપાલન વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતાં. તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુકલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application