હાલના ભાગદોડ ભર્યા જીવનમાં આરોગ્યની તકેદારી રાખવી અનિવાર્ય છે. જૂનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓ ઈચ્છે તો માત્ર ૧૦થી ૧૫ મિનિટમાં જ સામાન્ય જવાબ દ્રારા પોતાની પ્રકૃતિ કેવા પ્રકારની છે તે જાણી શકશે અને ભવિષ્યમાં કેવા પ્રકારના રોગ થઈ શકે તેના માટે આગોતં આયોજન અંગે પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં હોસ્પિટલ ખાતે ૧ હજારથી વધુ લોકોએ પરીક્ષણનો લાભ લીધો છે.
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્રારા સમગ્ર દેશમાં દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અંતર્ગત ૨૬ નવેમ્બરથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખાસ આરોગ્ય લક્ષી અભિયાન શ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પંચેશ્વર રોડ પર આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વૈધ દ્રારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના ડો. સિધ્ધેશ પંડાના જણાવ્યા મુજબ માણસની પ્રકૃતિ સાત પ્રકારની હોય છે જેમાં મુખ્યત્વે વાયુ, કફ, પીત, ત્રણ પ્રકારની પ્રકૃતિ છે જેમાં વ્યકિતને પોતાની પ્રકૃતિ પરીક્ષણ કરવાનો આ અવસર છે. જેમાં તબિયત દ્રારા ચહેરો, શરીરનું બંધારણ, ચામડી, વાળ, નખ, પગની પેની આખં જોવામાં આવે છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ હોય જ પરંતુ તેમનું પ્રમાણ જુદું જુદું હોય. વાયુનું પ્રમાણ વધારે હોય તો વ્યકિતની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ છે એમ કહેવાય. આવી જ રીતે પિત્ત અને કફ પ્રકૃતિ એમ અલગ અલગ ઋતુ પ્રમાણે વ્યકિતની શારીરિક સ્થિતિ બદલતી રહે છે. હાલ થઈ રહેલા પ્રકૃતિ પરીક્ષણ સંદર્ભે ખાસ ડિજિટલ એપ્લિકેશનમાં શરીરને લગતા ૮૭ પ્રશ્નો પૂછી તેના જવાબ આપનાર વ્યકિતની પ્રકૃતિ કફ, પીત, વાયુ ત્રણમાંથી એક જ પ્રકૃતિમાં છે તેનું ઓનલાઇન સર્ટીફીકેટ મળી જશે જેના આધારે આગામી સમયમાંથી એવા કેવા પ્રકારના રોગ થઈ શકે અને તેના માટે કેવા પ્રકારના ઉપચાર થઈ શકે તેનું આગોતં આયોજન થઈ શકે છે. સરકાર દ્રારા ૨૬ નવેમ્બરથી શ કરેલ આ અભિયાનમાં ૨૫ ડિસેમ્બર સુધી ખાસ પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સર્વેક્ષણથી મનુષ્યના શરીરની તાસીર અને ભવિષ્યમાં કઈ બાબતની તકેદારી કયો ખોરાક ખાવો કઈ રીતે રહેવું અને કઈ ઋતુમાં જાળવવું તે અંગે માહિતગાર થઈ શકે છે. હાલ શિયાળો હોય તો લોકો મોનિગ, કસરત અને જીમનેસિયમ શ કરે છે પરંતુ અમુક વ્યકિતને કસરત કરવા છતાં પણ બીમાર થવાની શકયતા રહે છે. આયુર્વેદ હોસ્પિટલ ખાતે સવારે ૯થી ૧૨–૩૦ અને બપોરે ૩થી ૫–૩૦ સુધી પ્રકૃતિનું પરીક્ષણ કરાવી શકે છે. જેની માટે એન્ડ્રોઇડ ફોન મોબાઇલ લાવવો જરી છે
અલગ અલગ પ્રકૃતિમાં થતાં સંભવિત રોગના લક્ષણો અને વ્યકિતના ગુણ
અલગ અલગ પ્રકૃતિમાં વ્યકિતને અલગ અલગ લક્ષણો જોવા મળે છે .જેમાંવાત પ્રકૃતિ હોય તેવા વ્યકિતઓને વાતો કરવાનો કે બોલવાનો શોખ હોય, તેઓ મોટે ભાગે વાત પ્રકૃતિના જ વ્યકિત હોય એક જ વખત બોલવાથી જેમને સંતોષ થતો નથી. વાયુ પ્રકૃતિ માં પેટમાં વાયુનો આફરો ચઢવો, અનિયમિત શૌચના વેગ અને ભૂખ લાગવાના સમય પણ જેમના રોજ બદલાતા હોય તેમને વાયુ પ્રકૃતિના સમજવા. તેમની ત્વચા ક્ષ રહે છે, કારણ કે ક્ષતા એ વાયુનો પોતાનો ગુણ છે. પિત્ત પ્રકૃતિ હોય તેવા વ્યકિતઓને માઈગ્રેન જેવા માથાના દુખાવા વિશેષ પ્રમાણમાં થાય છે. પિત્ત દોષ અસંતુલિત થવાથી શરીરમાં ગરમી વધે છે. જેના કારણે શરીરમાં બળતરા, છાતીમાં બળતરા, હાથ પગ બળે, ખંજવાળની સમસ્યાઓ થઈ શકે છે.કફ પ્રકૃતિમાં કફ વધવાના કારણે સુસ્તી અને આળસ આવે છે. ભુખ ઘટી જવી, મોળ આવવી, ઉલટી થતી હોય એવું લાગવું, માથું અને છાતીમાં ભારે લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાના વરવાળામાં અબ્બા બાપુનો ૫૧મો ઉર્ષ મહોત્સવ
May 15, 2025 12:03 PMજીલ્લા પંચાયતમાં સરપંચ અને તલાટીમંત્રી માટે સિવિલ ડીફેન્સ તાલીમ યોજાઈ
May 15, 2025 11:52 AMપાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળેથી કોઈ રેડિયેશન લીક થયું નથી: આઈએઈએ
May 15, 2025 11:51 AMજીલ્લાના ખેડૂતો બાગાયતી પાકો તથા મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટે સહાય
May 15, 2025 11:48 AMઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech