હુમલા બંધ કરવા માટે હમાસની વિનંતી, બંધકોને છોડો પછી વાત: અમેરિકા

  • October 24, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાઝા પરના ઈઝરાયેલના હુમલા બંધ કરવામાં આવે તો પોતે બંધકોને છોડી દેવા માટે તૈયાર છે તેવા હમાસના પ્રસ્તાવ પર અમેરિકાએ જવાબ આપ્યો છે કે પહેલા બંધકોને છોડી ડો પછી હુમલા બંધ કરવા બાબતે વિચારવામાં આવશે. બીજી તરફ ઈરાન અને ચીને હુમલા બંધ નહીં થાય તો યુદ્ધ વિસ્તરવાની ચીમકી આપી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઝા પર રાતોરાત અને સોમવારે વહેલી સવારે ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઇઝરાયેલી સંરક્ષણ દળો એ જણાવ્યું હતું કે તેણે 24 કલાકમાં પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં લગભગ 320 લક્ષ્યો પર હુમલો કર્યો છે. ગાઝા પટ્ટીમાં હમાસ-નિયંત્રિત સરકારી મીડિયા કાયર્લિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝાના જબાલિયામાં એક ઘર પર થયેલા હુમલામાં 17 લોકોનો ભોગ લેવાયો છે આમ રાતોરાત 60 થી વધુ લોકો માર્યા ગયા હતા.


મહત્વનું છે કે ઇઝરાયીલી સેના એ ગાઝામાં આંશિક રૂપે જમીની હુમલાની પણ શરૂવાત કરી દીધી છે સેના એ કહ્યું કે તે મોટા જમીની હુમલા માટે કેબીનેટ ની મંજૂરીની રાહ જોવે છે
આ સાથે હમાસની સામે ચાલી રહેલા સંઘર્ષ માં ઇઝરાયલની સાથે હોવાનો દાવો કરતા ગ્રીસના પીએમ કીયીરીયાકોસ મીત્સોટાકીસ પણ ઇઝરાયલ પહોચ્યા હતા, તો બીજી તરફ પીએમ બૈજામીન નેતન્યાહુ એ પણ મુલાકાત કરી આ ઉપરાંત આગામી 24 કલાકમાં નેધરલેંડના પીએમ માર્ક રૂટ તથા ફ્રેંચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો પણ ઇઝરાયલ પહોચશે.જયારે વડાપ્રધાન મોદીએ જોર્ડનના પીએમ સાથે ચર્ચા કરી વડાપ્રધાને જોર્ડન ના કિંગ અબ્દુલ્લા બીજા સાથે ફોન પર ચર્ચા કરી અને હમાસ કે ઈઝરાયલનું નામ લીધા વગરજ જણાવ્યું કે જો બંને તરફ થી સહયોગ નહી મળે તો સ્થિતિ ને કાબુમાં લેવી મુશ્કેલ બનશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application