તાલિબાનોએ અફઘાન લોકોની સ્વતંત્રતા પર કર્યો હુમલો, માનવ અધિકારોનું થઈ રહ્યું છે પતન- UN રિપોર્ટ

  • September 12, 2023 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વડાએ કહ્યું છે કે તાલિબાને અફઘાનિસ્તાન પરત ફર્યા બાદથી અફઘાન લોકોની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે અફઘાનિસ્તાનમાં માનવાધિકારોનું પતન થઈ રહ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આ પરિસ્થિતિનો સામનો કરવા મદદ કરવા પણ વિનંતી કરી.


સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વડાએ મંગળવારે કહ્યું કે તાલિબાને અફઘાનિસ્તાનના લોકોની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે તાલિબાન શાસનમાં મહિલાઓ અને છોકરીઓ અત્યંત ક્રૂર અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે.


પતનની સ્થિતિમાં માનવઅધિકાર

યુએનના માનવાધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે તાલિબાન સત્તામાં પાછા ફર્યાના બે વર્ષથી વધુ સમય પછી અફઘાનિસ્તાનમાં માનવ અધિકાર પતનની સ્થિતિમાં પહોંચી ગયા છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આ પરિસ્થિતિનો સામનો કરવા મદદ કરવા વિનંતી કરી છે.


ક્રૂરતાનું સ્તર ચોંકાવનારું

જિનીવામાં યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની બેઠક દરમિયાન વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે, "અફઘાન મહિલાઓ અને છોકરીઓ દ્વારા જે ક્રૂરતાનો સામનો કરવામાં આવે છે તે એકદમ ચૌંકાવનારો છે." તેમણે કહ્યું હતુ કે, "અફઘાનિસ્તાને વિશ્વ માટે એક વિનાશક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અહીંની મહિલાઓ અને છોકરીઓને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવામાં આવી છે"


15 ઓગસ્ટ 2021 ના ​​રોજ ફરી તાલિબાન શાસન

હકીકતમાં 15 ઓગસ્ટ 2021 ના ​​રોજ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો. અમેરિકી અને નાટો સેનાએ અફઘાનિસ્તાનમાંથી બે દાયકાથી વધુ સમયના યુદ્ધ બાદ પીછેહઠ કરી હતી.


તાલિબાને 1996 થી 2001 દરમિયાન તેમના શાસન દરમિયાન કરતાં વધુ ઉદાર અભિગમ અપનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓએ ધીમે ધીમે ઇસ્લામિક કાયદો અથવા શરિયા અપનાવ્યો અને તેનો અમલ કર્યો.


યુવતીઓ અને મહિલાઓને કરવામાં આવે છે હેરાન

વોલ્કર તુર્ક દ્વારા માનવ અધિકાર પરિષદને સુપરત કરાયેલા અહેવાલની વાત કરીએ તો છોકરીઓ અને મહિલાઓને છઠ્ઠા ધોરણથી આગળના શિક્ષણ, વિવિધ પ્રકારની રોજગારી મેળવવા અને ઘણા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં હિજાબ ન પહેરવા બદલ તાલિબાનોએ મહિલાઓ અને છોકરીઓને ઉભી કરવામાં આવેલી ચોકી પર હેરાન અથવા તો માર મારવામાં આવે છે. તેમણે મહિલાઓને પુરૂષ કે વાલી વગર ખરીદી માટે બજારોમાં બહાર નીકળવાની મનાઈ કરી દેવામા આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application