ટેલિગ્રામ એપના સીઈઓ પાવેલ દુરોવ ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં તેણે એવું કહીને દુનિયાને ચોંકાવી દીધી કે તે ૧૦૦ થી વધુ બાળકોનો બાયોલોજિકલ પિતા છે. હવે તેણે મહિલાઓની મદદ માટે એક અનોખી ઓફર કરી છે. દુરોવે તેમના સ્પર્મનો ઉપયોગ કરવા ઈચ્છુક મહિલાઓને મફત આઈવીએફ સારવારની ઓફર કરી છે. દુરોવે કહ્યું કે તેઓ મોસ્કો સ્થિત અલ્ટ્રાવિટા ફર્ટિલિટી કિલનિક સાથે મળીને આ સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ વ્યકિતગત રીતે ઉઠાવશે.
કિલનિકની વેબસાઈટ પર પોતાની અનોખી ઓફર વિશે માહિતી આપતાં મેસેજિંગ એપના સીઈઓએ લખ્યું કે આ ઓફર વિશ્વના પ્રખ્યાત અને સફળ ઉધોગપતિઓમાંના એક પાવેલ દુરોવના સ્પર્મથી માતા બનવા માટે છે પરંતુ આ માટે તમારી ઉંમર ૩૭ વર્ષથી ઓછી હોવી જોઈએ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. જો કે શરત એ છે કે તમને આ સુવિધા અમારા કિલનિકમાં જ મળશે.
દુરોવનું કહેવું છે કે આ પાછળ તેનો બીજો કોઈ હેતુ નથી. તે ફકત લોકોને તેમના પરિવારને વધારવામાં મદદ કરવા માંગે છે. અલ્ટ્રાવિટા ફર્ટિલિટી કિલનિકનું કહેવું છે કે સામેલ મહિલાઓને ઉચ્ચ સ્તરીય તબીબી સુવિધા આપવામાં આવશે, જેમાં આરોગ્ય નિષ્ણાતો અને ઉચ્ચ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. રસ ધરાવતી મહિલાઓ સંપર્ક કરી શકે છે અને કાઉન્સેલિંગ માટે એપોઇન્ટમેન્ટ લઇ શકે છે.
આ પહેલા સીઈઓ દુરોવે ખુલાસો કર્યેા હતો કે છેલ્લા ૧૫ વર્ષમાં તેમના સ્પર્મથી ૧૦૦થી વધુ બાળકોનો જન્મ થયો છે. ત્યારપછી તેણે ૧૫ વર્ષ પહેલાની તે ઘટના વિશે પણ જણાવ્યું કે કેવી રીતે તેના એક મિત્રની વિનંતીને અનુસરીને તે સ્પર્મ ડોનર બન્યો અને લ વગર ડઝનેક બાળકોનો બાયોલોજિકલ પિતા બન્યો.
દુરોવે જણાવ્યું કે એક મિત્રએ તેને કહ્યું કે પ્રજનન ક્ષમતાની સમસ્યાને કારણે તે બાળકો પેદા કરી શકતો નથી. આવી સ્થિતિમાં મિત્રે તેને સ્પર્મ ડોનેટ કરવાની વિનંતી કરી. દુરોવે કહ્યું કે પહેલા તો મને લાગ્યું કે તે મજાક છે પણ પાછળથી મેં મદદ કરવાનું નક્કી કયુ. આ પછી તેણે સ્પર્મ ડોનેટ કરવાનું ચાલુ રાખ્યું. દુરોવ કહે છે કે ૨૦૨૪ સુધીમાં ૧૨ દેશોમાં તેના સ્પર્મથી ૧૦૦ થી વધુ બાળકોનો જન્મ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech