કહેવાતા સેવાભાવીઓ સામે પગલા ભરો: આમ આદમી પાર્ટી

  • October 16, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા કહેવાતા સેવાભાવીઓ સામે પગલા ભરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
પોરબંદર આમ આદમી પાર્ટીના સભ્ય ભાર્ગવ જોષીએ જીલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં જિલ્લાની એક માત્ર મોટી અને પંથકમાં સારી ગણાતી એવી ભાવસિંહજી હોસ્પીટલમાં દર્દીઓને મદદ કરતા સાચા સેવાભાવીઓને કોટી કોટી વંદન છે,પરંતુ સાચા સેવાભાવીઓની તુલનામાં કેટલાંક બનાવટી તેમજ અનઅધિકૃત સેવાભાવિ લોકો હોસ્પીટલના ગ્રાઉન્ડ તેમજ હોસ્પીટલમાં વપરાશમાં ન હોય તેવા કેટલાંક ‚મોને પોતાનો અડ્ડો બનાવી ચુકેલા તત્વોને ઓળખીને તેને હોસ્પીટલમાં આવવા જવા તેમજ હોસ્પીટલની કામગીરી ઉપર બિનકાયદેસર આદેશ કે ફરમાન કરવા ઉપર તત્કાલીક અસરથી મનાઈ ફરમાવવી જોઈએ.હોસ્પીટલમાં અનેકો દર્દી સારવાર મળતા પહેલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે,તેવામાં ત્યાં ડોક્ટર, મેડીકલ સ્ટાફ, દર્દી, દર્દીના સ્વજન તેમજ એ બધાની સુરક્ષા કરતા સિક્યુરિટી ગાર્ડ તથા સફાઈ કર્મીઓ સિવાયના લોકો દર્દીઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે.મનાઈ ફરમાવવાના કારણો અનેક હશે, પરંતુ મુખ્ય કારણમાં ભાવસિંહજી એક માત્ર મોટી હોસ્પીટલ હોય, હોસ્પિટલમાં ખાસ જેલના કાચા-પાકા કેદીઓને ચેકઅપ કે સારવાર હેતુ હોસ્પીટલના આરક્ષિત ‚મોમાં લાવવામા આવતા હોય,  તેમજ શહેર અને જિલ્લામાં બનવા પામતી ગુન્હાહિત ઘટનાઓમાં આવા લોકો સંદેશવાહક બની જતા હોવાની પણ સંભાવનાઓ રહેલી છે.ભાવસિંહજી જિલ્લાની એકમાત્ર મોટી હોસ્પીટલ હોવાથી તેમજ ગરીબ દર્દીઓ મોટી સંખ્યામાં આવતાં હોવાથી, આવા અનઅધિકૃત વ્યક્તિઓ વ્યવસ્થા તંત્ર પર હાવી થઈને ઓળખીતા, પાળખીતા દર્દીઓનો સારવારમાં નંબર વહેલો લેવડાવવા જેવી કામગીરી કરીને ગરીબોના હક્કને કચડી રહ્યા હોવાની અમને જાણકારી મળી છે.સરકાર લોકોના આરોગ્ય માટે અનેક જહેમત ઉઠાવીને લોકોને તંદુરસ્ત બનાવવા કમર કસી રહી છે, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ તેમજ ડોક્ટરો પણ જહેમત ઉઠાવીને લોકોને વહેલામાં વહેલી મદદ પુરી પાડવા તંત્રને કામે લગાડી રહ્યા છે, ત્યારે દર્દીની સેવાનો મુખોટો ઓઢીને કેટલાક લોકો તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરીને યોગ્ય કરવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application