'જેન્ડર' વિવાદમાં ફસાયેલા બોક્સરની સુરક્ષા માટે તાઈવાને તૈનાત કર્યા  F-16 ફાઈટર પ્લેન

  • August 14, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલિમ્પિક્સ 2024માં ઘણા પ્રકારના વિવાદો જોવા મળ્યા હતા, જેમાં જેન્ડર વિવાદે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. બે મહિલા બોક્સર લિંગ વિવાદના ક્રોસફાયરમાં ફસાઈ હતી. અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફા અને તાઈવાનની લિન યુ-ટીંગના લિંગને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બંને બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યા હતા. હવે તાઈવાને પેરિસથી સ્વદેશ પરત ફરવા માટે લિન યુ-ટિંગ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેમાં F-16 ફાઈટર પ્લેન પણ સામેલ છે.


તાઈવાને પેરિસ ઓલિમ્પિકમાં 7 મેડલ જીત્યા હતા, જેમાંથી 2 ગોલ્ડ મેડલ હતા. આ એક ગોલ્ડ મહિલા બોક્સર લિન યુ-ટિંગે જીત્યો હતો. તાઇવાને સુવર્ણ ચંદ્રક વિજેતા લિન યુ-ટીંગ અને અન્ય ખેલાડીઓની વાપસી માટે ફ્લાઇટની સુરક્ષા માટે ઓછામાં ઓછા ત્રણ F-16 ફાઈટર પ્લેન તૈનાત કર્યા હતા.


તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઓલિમ્પિક એથ્લેટ્સ પ્રત્યે તાઈવાનનો આભાર વ્યક્ત કરવા માટે F-16 જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાઇવાનના એથ્લેટ ગઈકાલે સવારે પેરિસથી પરત ફરી રહ્યા હતા. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે વીડિયો અને ફોટો શેર કર્યા છે, જેમાં ત્રણ F-16 જેટ જોવા મળી રહ્યા છે.


લિન યુ-ટીંગે એકતરફી મેચ જીતીને ગોલ્ડ જીત્યો


ઉલ્લેખનીય છે કે તાઈવાનના લિન યુ-ટીંગે એકતરફી મેચો જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તાઈવાનની બોક્સરે ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેઝેરેમેટાને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ  લિન યુ-ટીંગે પણ સેમિ-ફાઇનલ, ક્વાર્ટર-ફાઇનલ અને રાઉન્ડ-16 મેચોમાં એકતરફી 5-0થી વિજય નોંધાવ્યો હતો. લિનના આ પ્રદર્શન બાદ જ તેના પર તમામ પ્રકારના આરોપો લાગ્યા હતા. તેના જેન્ડર પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.


લિન યુ-ટીંગ અને ઈમાન ખલીફા એ મહિલા બોક્સર છે જેમને 2023 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાંથી બહાર કરવામાં આવી હતી. બંને મહિલા બોક્સર બોક્સિંગ ચેમ્પિયનશિપના ધોરણોને પૂર્ણ કરી શકી ન હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application