જાણીતી અભિનેત્રી તાપસી ઘણા સમય થી એક વિદેશી ખેલાડીને ડેટ કરી રહી છે.જો કે તાજેતરમાં તેની જાહેર થયેલી તસ્વીરો એ હલચલ મચાવી દીધી છે.
વાયરલ થઈ રહેલી તસવીરમાં તાપસી બ્લુ સાડીમાં જોવા મળી રહી છે.જો કે તેના પર અભિનેત્રીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ તે બન્ને લાંબા સમયથી એકબીજાની સાથે અનેક તસવીરો શેર કરતા રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ હાલમાં જ ફિલ્મ ડંકીમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર લોકોને પસંદ આવ્યું છે. શાહરૂખ ખાન સાથેના તેના રોમાંસની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે અભિનેત્રી તેની એક તસ્વીર વાયરલ થવાને કારણે ચર્ચામાં છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં તાપસી સાથે એક વ્યક્તિના ખોરામાં બેઠેલી જોવા મળી રહી છે. આ જોયા પછી, ફેન્સ એક જ સવાલ કરી રહ્યા છે કે તે કોણ છે.
તાપસીના બોયફ્રેન્ડનું નામ મૈથિયાસ બો છે. તાપસી ઘણા વર્ષોથી મૈથિયાસને ડેટ કરી રહી છે. મેથિયાસને બોલિવૂડ કે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી. તે સ્પોર્ટ સાથે સંકળાયેલ છે તમને જણાવી દઈએ કે બો ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે. હાલમાં, મૈથિયાસ ભારતમાં રહે છે. તે ભારતીય મેન્સ ડબલ્સ બેડમિન્ટન ટીમનો કોચ છે.
ડેનમાર્ક માટે મેથિયાસે ઘણા મેડલ જીત્યા છે.મૈથિયાસે 2012માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઘણા વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કર્યા પછી, તેઓ વર્ષ 2020 માં નિવૃત્ત થયા. આ પછી, ભારતીય ખેલાડીઓની વિનંતી પર, તેને ભારતીય ડબલ્સ ટીમનો કોચ બનાવવામાં આવ્યો.
તાપસી અને મૈથિયાસ ઘણા વર્ષોથી સાથે છે. ભલે તાપસી પન્નુ તેના સંબંધો વિશે વધુ વાત કરતી નથી, પરંતુ મૈથિયાસે તાપસી સાથેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech