રાજકોટના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અિકાંડમાં માસુમ બાળકો સહિત ૩૦ના કણ મૃત્યુ થયાની હૃદય દ્રાવક ઘટનામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા ગેમઝોનના ફાઇબર ડોમનું સ્ટ્રકચર ટેમ્પરરી હતું અને સિમેન્ટ કોન્ક્રીટનું બાંધકામ કરાયું ન હતું કે બિલ્ડીંગ પ્લાન ઇનવર્ડ કરાયો ન હતો તેવું કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરવા પ્રયાસ થઇ રહ્યો છે પરંતુ શહેરી વિકાસ અને નગર નિયોજનના નિષ્ણાંતોના મતે નેશનલ બિલ્ડીંગ કોડ (એનબીસી)અને પ્રવર્તમાન કોમન જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર)ની જોગવાઇઓના અર્થઘટન અનુસાર ટેમ્પરરી સ્ટ્રકચર હોય તો પણ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની જ જવાબદારી ફિકસ થાય તેનું કારણ ટેમ્પરરી સ્ટ્રકચરની વ્યાખ્યાથી જ સ્વયં સ્પષ્ટ્ર થાય છે. એનબીસી અનુસાર કોઇ પણ સ્ટ્રકચર મહત્તમ ૨૮ દિવસ માટે ઉભું કરાયું હોય તો જ તેને ટેમ્પરરી કહેવાય તેથી વધુ સમય માટે હોય કે તેથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતું હોય તેવું સ્ટ્રકચરને ટેમ્પરરી સ્ટ્રકચરની વ્યાખ્યામાં જ આવે નહીં. યારે અગ્નિકાંડ ખેલાયો તે સ્ટ્રકચર તો છેલ્લા ચાર–ચાર વર્ષથી અસ્તિત્વમાં હતું તેને ટેમ્પરરી કેમ કહેવાય
એન્ટ્રી અને એકિઝટ ડોર અલગ જ રાખવા પડે
ટીઆરપી ગેમ ઝોન પ્રકારના ગેમઝોન કે જે સ્થળે સેંકડો લોકોની અવરજવર રહેતી હોય ત્યાં એન્ટ્રી અને એકિઝટ ડોર નિયમ અનુસાર અલગ જ રાખવા પડે. એટલું જ નહીં તેના દરવાજાની પહોળાઇ નિયમ મુજબ પાંચ મીટર (૧૬.૪૦ ફટ) રાખવાની હોય છે. તદઉપરાંત ઇમરજન્સી એકિઝટ પણ ઇચ્છનીય હોય છે. યારે દુર્ઘટના બની તે ગેમઝોનમાં આવા કોઈ નિયમનું પાલન થયું ન હતું આ માટે ટીપી બ્રાન્ચ જવાબદાર ગણાય
ફાયબર સ્ટ્રકચર ડોમ–શેડની મંજૂરી ફરજિયાત
ફાઇબર સ્ટ્રકચરના ડોમમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન બનાવ્યો હતો અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનું બાંધકામ ન હોય ટીપીની મંજૂરી લેવી ન પડે તેવું ગાણું ટીપીઓ સહિતનો સ્ટાફ ગાઇ રહ્યો છે ત્યારે એ બાબત કેમ ભૂલી જવામાં આવી રહી છે કે ઇન્ડસ્ટ્રીયલ ડોમ પણ આ પ્રકારના સ્ટ્રકચર ઉપર જ ઉભા હોય છે તેમ છતાં તેની મંજૂરી લેવી ફરજિયાત છે. જો ઇન્ડસ્ટ્રીયલ શેડની મંજૂરી ફરજિયાત હોય તો તેની જેવા જ ગેમ ઝોનની મંજૂરી પણ ફરજિયાત જ હોય. આ મામલે ટીપી બ્રાન્ચ જવાબદાર ગણાય
કેવા કિસ્સામાં અલગ મંજૂરીની જરૂર નહીં?
શહેરી વિકાસ અને નગર આયોજનના નિષ્ણાતોના મતે જો નિયમાનુસાર મંજૂરી લઇ નિર્માણ કરાયો હોય તેવો કોઇ કોમર્શિયલ કોમ્પ્લેકસ હોય અને તેની અંદર ગેમ ઝોન શ કરવામાં આવ્યો હોય તો તે માટે અલગથી ટીપી બ્રાન્ચની મંજૂરી લેવાની જર નહીં ( તો પણ ટીપી સિવાય અન્ય ડિપાર્ટમેન્ટસમાંથી મેળવવા પાત્ર જરી મંજૂરીઓ તો લેવાની જ રહે
ફાયર એનઓસીના નિયમ એનબીસી અનુસાર જ હોય
રાજકોટ સહિત દેશભરમાં કોઇ પણ બાંધકામ માટે નેશનલ બિલ્ડીંગ કોડની જોગવાઈઓ આખરી મનાય છે તેનાથી ઉપરવટ જઇને કઇં થઈ શકે નહીં. ફાયર સેફટીના એનઓસી માટેના લ્સ રેગ્યુલેશન્સ પણ એનબીસી મુજબના જ હોય છે. ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં પ્લાન મંજુર થાય પછી જ ફાયર એનઓસીની પ્રક્રિયા થતી હોય છે. ફાયર બ્રિગેડનું કામ ટીપી બ્રાન્ચ પછી શ થાય છે અને બન્નેએ એનબીસીનું જ પાલન કરાવવાનું હોય છે પરંતુ પહેલી જવાબદારી ટીપી બ્રાન્ચની બને
સિટી હેડ–બ્રાન્ચ હેડ તરીકે અંતિમ જવાબદાર ટીપીઓ
ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના કાર્યક્ષેત્ર હેઠળની કોઈ પણ પ્રકારની અનિયમિતતાઓ કે નિયમભગં સામે આવે તેવા મામલે અંતિમ જવાબદારી તો સમગ્ર શહેરના ટાઉન પ્લાનીંગના વડા તરીકે તેમજ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના વડા તરીકે અંતિમ જવાબદારી તો ટાઉન પ્લાનિંગ ઓફિસરની જ બને. ગેમઝોનની ઘટનામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જીનિયરને સસ્પેન્ડ કરાયા છે પરંતુ ટીપીઓ સામે પણ કાર્યવાહી થવી જોઇએ તેવો નિષ્ણાતોનો મત છે
ગેમઝોનને નોટિસ કેમ ન અપાઇ?
શહેરમાં ગેરકાયદે બાંધકામોને આડેધડ અને અગણિત નોટિસો ફટકારતી ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ એ કયારેય ટીઆરપી ગેમઝોનને નોટિસ કેમ ન ફટકારી ? તે સવાલનો જવાબ કોઈ પાસે નથી અને ટીપી બ્રાન્ચના જવાબદારોના ફોન સતત નો–રિપ્લાય થઇ રહ્યા છે. પ્લાન ઇનવર્ડ કર્યેા હોય કે ન કર્યેા હોય આવડો મોટો માંચડો ખડકીને ચાર ચાર વર્ષ સુધી ધંધો ચાલતો હતો ત્યારે ટીપી બ્રાન્ચ કયાં હતી ? નોટિસ કેમ ન આપી ? આપી હોય તો જાહેર કેમ ન કયુ, પગલાં કેમ ન લીધા ?
ટીઆરપીનો પ્લાન–સ્ટ્રકચર બનાવનાર કોણ?
શહેરમાં કોઈ પણ બાંધકામ મામલે આર્કિટેકટ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયરની જવાબદારી ફિકસ થતી હોય છે ત્યારે ટીઆરપી ગેમ ઝોનનું આટલા વિશાળ ફાયબર ડોમ સ્ટ્રકચરની ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેકટ કોણ ? તે સો મણનો સવાલ છે. આ તપાસ જેણે કરવાની હોય તે ટીપીઓ અને ટીપી બ્રાન્ચ જ હાલ તપાસના દાયરામાં છે ત્યારે આ બાબતની તો તપાસ હજુ શ જ નથી થઈ !? આ મામલે પણ ટીપી બ્રાન્ચની જ જવાબદારી ફિકસ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech