દરેક કર્મચારી જાણે છે કે તે માંદગીની રજા, ઉપાર્જિત રજા, કેજયુઅલ રજા, પ્રસૂતિ રજા અને પિતૃત્વ રજા લઈ શકે છે. પરંતુ હવે બદલાતી જીવનશૈલીના કારણે કંપનીઓને તેમની વિચારવાની રીતમાં ઘણો ફેરફાર કરવો પડી રહ્યો છે. તાજેતરમાં એક કંપનીએ બ્રેકઅપ લીવ શરૂ કરી હતી અને હવે નેશનલ પેટ ડે પર સ્વિગીએ પો–ટર્નિટી લીવ પોલિસી શ કરી છે. આ રજાનો લાભ એવા કર્મચારીઓને મળશે જેમણે પ્રાણી પાળ્યા હોય.
ફડ ડિલિવરી અને ઝડપી વાણિય પ્લેટફોર્મ સ્વિગીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર ગિરીશ મેનને ગુવારે જણાવ્યું હતું કે અમે અમારી કંપનીમાં કર્મચારીઓને વધુ સાં વાતાવરણ પૂરૂ પાડવા માટે શકય તમામ પ્રયાસો કરીએ છીએ. અમે તેમના દરેક નિર્ણયમાં તેમનો સાથ આપવા માંગીએ છીએ. સ્વિગીની રજા નીતિ આ પ્રયાસનો એક ભાગ છે.
અહીં અમે એવા કર્મચારીઓને ટેકો આપવા માંગીએ છીએ જેમણે પ્રાણીઓને તેમના પરિવારનો ભાગ બનાવ્યા છે. જો અમારા કર્મચારીએ કોઈ પ્રાણીની જવાબદારી લેવાનું નક્કી કયુ હોય, તો અમે તેને સંપૂર્ણ સમર્થન આપીશું.આ નવી નીતિ ૧૧ એપ્રિલથી અમલમાં આવી છે. ફુલ ટાઈમ કર્મચારીઓને આનો લાભ મળશે. તમને આ રીતે નવી રજા નીતિનો લાભ મળશે.
આ અંતર્ગત જો કર્મચારીઓ નવું પ્રાણી દત્તક લેશે તો તેમને એક દિવસની વધારાની રજા મળશે. આ રજા સાથે તમને પ્રાણી સાથે સામાજિક થવાનો સમય મળશે. જો કર્મચારી ઈચ્છે તો તે આ સમયગાળા દરમિયાન ઘરેથી કામ પણ લઈ શકે છે.
કર્મચારીનું પ્રાણી બીમાર પડું હોય તો માંદગીની રજા માટે અરજી કરી શકે છે. જો કોઈ કારણસર કોઈ પ્રાણીનું મૃત્યુ થાય છે, તો તેની લોકો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જો સ્વિગીના કોઈપણ કર્મચારી સાથે આવું થાય તો તે રજા લઈ શકે છે. સ્વિગીએ ૨૦૨૦માં તેની જેન્ડર ન્યુટ્રલ પેરેંટલ પોલિસી લાગુ કરી. આ હેઠળ, તમે વિવિધ પારિવારિક કારણોસર રજા લઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech