આપણા દેશમાં દૈનિક કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને ભોજનને લગતા પ્રશ્નનું નિરાકરણ થઇ ગયું છે. ઓનલાઈન ફડ ડિલિવરી એપ સ્વિગીએ આઈઆરસીટીસી સાથે ભાગીદારી કરી છે. જેના કારણે હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ મુસાફરો સ્વિગી એપ દ્રારા મૂવિંગ ટ્રેનમાં તેમની સીટ પર સીધું તેમનું મનપસદં ફડ ડિલિવર કરી શકશે.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પેારેશન એટલે કે આઈઆરસીટીસી અને સ્વિગીએ મળીને ચાલતી ટ્રેનમાં મુસાફરોને તેમની સીટ પર તેમનું મનપસદં ભોજન પહોંચાડવાનું લય રાખ્યું છે. હાલમાં, આ સુવિધા ફકત ૪ સ્ટેશનો પર શ કરવામાં આવી છે, જેમાં બેંગલુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. જોકે, આગામી દિવસોમાં આ સુવિધા ભારતના અન્ય સ્ટેશનો પર પણ શ કરવામાં આવશે.
આ પહેલીવાર નથી કે જયારે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પેારેશને ટ્રેનમાં મુસાફરોને ભોજન આપવા માટે ફડ ડિલિવરી એપ સાથે હાથ મિલાવ્યા હોય. આઈઆરસીટીસીએ ગયા વર્ષે ઓકટોબરમાં ઝોમાટો સાથે પણ ભાગીદારી કરી હતી, જે ભારતમાં ઘણા સ્ટેશનો પર ફડ ડિલિવરી સેવા પૂરી પાડે છે.
જે મુસાફરો આઈઆરસીટીસી દ્રારા ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે તેઓ આઈઆરસીટીસી ઈ–કલાસીફીકેશન પોર્ટલ દ્રારા તેમનો પીએનઆર નંબર દાખલ કરીને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરળતાથી ફડ ઓર્ડર કરી શકે છે. આ સમય દરમિયાન, પેસેન્જર્સ એ જ એપમાં રેસ્ટોરન્ટનું નામ, ફડ અથવા તો તેમની કોઈપણ મનપસદં રેસ્ટોરન્ટમાંથી ફડ ઓર્ડર કરી શકે છે. મુસાફરો ભોજન માટે આનલાઇન અથવા કેશ ઓન ડિલિવરીથી ચૂકવણી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech