રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રણજીત ઉપનગરનો વિજયાદશમી ઉત્સવ પ્રણામી મેદાનમાં યોજાયો. અતિથી વિશેષ મનસુખભાઈ રાબડીયા (પૂર્વ ABVP કાર્યકર,લેઉવા પટેલ સમાજના અગ્રણી) અને મુખ્ય વક્તા તરીકે નરેન્દ્રભાઈ દવે (સૌરાષ્ટ પ્રાન્ત સહ વ્યવસ્થા પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. અતિથી ઉદ્દબોધનમાં વર્તમાનમાં દરેક સમાજની બાળ સંસ્કાર તેમજ પારિવારિક સમસ્યા છે તેના સમાધાન માટે રા. સ્વ. સંઘ સાથે જોડાવવું અનિવાર્ય છે. મુખ્ય વક્તા ઉદ્દબોધનમાં સંઘના ૧૦૧ માં વર્ષમાં પ્રવેશ એટલે કે આ વર્ષને સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાના મુખ્ય ૩ કારણો છે.

(૧) દરેક સમાજના લોકો તથા સજ્જન શક્તિને જોડવા
(૨) સ્વયંસેવકોનું નિર્માણ તથા કાર્યકર્તાની વૃદ્ધિ
(૩) કાર્ય વિસ્તાર, એટલે કે દરેક વસ્તી માંથી લોકો ઉપસ્થિત રહે તેવો પ્રયાસ
બીજું વક્તાએ રાષ્ટ્રને નષ્ટ કરવાનું વૈશ્વિક ષડ્યંત્રો જેમ કે બાળકોને મોબાઈલ અને ટીવી દ્વારા સંસ્કારહીન બનાવાના પ્રયાસો, યુવાનોને ડ્રગ્સ તેમજ રીલ્સ દ્વારા ભટકાવવાના પ્રયાસો, ટીવી સીરીયલો, વેબ સીરીઝ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી પરિવાર વિચ્છેદન અને કૌટુંબિક સમસ્યાઓ ઉદ્દભવવાના પ્રયાસો અને આતંકવાદ દ્વારા ભારત અને હિંદુ સમાજને આંતરિક રીતે ખોખલું કરી દેવાના ષડ્યંત્રો ચાલે છે. એવું જણાવવામાં આવ્યું. આની સામે લડવા માટે હિંદુ સમાજ રા.સ્વ.સંઘ સાથે જોડાઈ ને દેશભરમાં પંચ પરિવર્તનના કાર્યોમાં સહભાગી બને તેવી અપીલ કરી.

કાર્યક્રમ પૂર્ણ થયે સમાજના અગ્રણીઓ એ સમાજ પ્રત્યેની ચિંતા વ્યકત કરી પ્રસ્તાવ મુક્યો કે અમો અમારા સમાજને એકત્રિત કરીશું. આપ સંઘ વિચાર (સંઘ પરિચય વર્ગ દ્વારા) મુકવા માટે આવો. ઉત્સવમાં ૧૦ મહિનાનું બાળક પણ પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત હતું. જે બાળકના માતા-પિતાના સંસ્કાર તેમજ રાષ્ટ્રભાવનાના દર્શન કરાવે છે. ઉત્સવમાં શિશુ અને બાલ સ્વયંસેવકો દ્વારા અમૃતવચન, વ્યક્તિગત ગીત, પ્રાર્થના, કંઠસ્થ કરી રજુ કર્યું.
કાર્યક્રમ શરુ થવાના થોડા સમય પહેલા જ વરુણ દેવનું આગમન થયું. વિપરીત પરિસ્થિતિમાં પણ સ્વયંસેવકો એ હાર ન માની અને પાવડા તગારા લઇને મેદાનને ટૂંક સમયમાં જ ફરી કાર્યક્રમ યુક્ત બનાવ્યું.

ગૌ સંવર્ધન અંતર્ગત ગૌ પ્રોડક્ટનું વેચાણ કેન્દ્ર તથા સમાજમાં સંઘના વિચાર પ્રસાર થાય તે હેતુથી સંઘના પુસ્તકો, ભારતીય સંસ્કૃતિ, ભારતના ગૌરવંતા ઈતિહાસને લગતા પુસ્તકોનું પણ વેચાણ કેન્દ્ર રાખેલ હતું.