રામ સાથે સરખામણી કરો છો, આટલો ઘમંડ યોગ્ય નથી: સ્વાતિ માલીવાલના કેજરીવાલ પર પ્રહારો

  • September 27, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના રાયસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. યારે કેજરીવાલે વિધાનસભામાં બિભવ કુમારનું નામ લીધું અને કહ્યું કે તેમને અને તેમની પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે સ્વાતિ માલીવાલ નારાજ થઈ ગયા.
સોશિયલ મીડિયા દ્રારા અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા સ્વાતિ માલીવાલે લખ્યું કે તમે દર બીજા દિવસે મર્યાદા પુષોત્તમ રામ સાથે તમારી સરખામણી કરો છો. આટલો ઘમડં યોગ્ય નથી, જે પોતાની પાર્ટીની મહિલા સાંસદ માટે સ્ટેન્ડ નથી લઈ શકતા તે દિલ્હીની મહિલાઓ માટે સ્ટેન્ડ કેવી રીતે લેશે?સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, બેશરમીની તમામ હદ વટાવી દીધી. અરવિંદ કેજરીવાલ જી, જે ગુંડાએ તમારા નિવાસસ્થાને તમારી હાજરીમાં મને મારી, યારે તે જેલમાં હતો, ત્યારે તમે તેને બચાવવા માટે દેશના સૌથી મોંઘા વકીલોની ફોજ ઊભી કરી. આજે યારે તેઓ જામીન પર બહાર છે ત્યારે તેઓ તેમને પાર્ટીના સૌથી મોટા નેતા ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને એક ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે પણ પૂછયું કે આવા ગુંડાઓને તેમના ઘરમાં કોણ રાખે છે. આ વાકયોથી બિભવ જેવા ગુંડાઓનું મનોબળ નહીં વધે તો શું થશે? સંદેશ સ્પષ્ટ્ર છે તમે ફરીથી હત્પમલો કરશો તો પણ અમે તમને બચાવીશું.
આપ સાંસદે આગળ લખ્યું, દરેક વ્યકિત જે તમારા દરેક ખોટા કામમાં સહયોગી છે તે મહાન નેતા નથી. વાહ સર, વાહ સર કહેનારાને નજીક રાખવાનો જુસ્સો છે, તેથી દુનિયા ધૂંધળી દેખાવા લાગી છે. દર બીજા દિવસે તમે મર્યાદા પુષોત્તમ રામ સાથે તમારી સરખામણી કરો છો. આટલો ઘમડં યોગ્ય નથી.
ગુવારે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે દિલ્હીમાં બીજેપી–આરએસએસના લોકો પણ માને છે કે કેજરીવાલ ઈમાનદાર છે. ભાજપે અમારા પાંચ મોટા નેતાઓને જેલમાં ધકેલી દીધા પણ આપ તૂટો નહીં. ભાજપના બે મોટા નેતાઓને જેલમાં નાખશો તો તેમની પાર્ટી તૂટી જશે. મારી સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, બિભવ કુમારને ખોટા કેસ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પાંચ મોટા નેતાઓને જેલમાં ધકેલી દીધા પછી પણ અમારો પક્ષ તૂટો નથી, તે મજબૂત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News