આજે એક કિલકથી ઓડિયો મેસેજ મોકલી શકાય છે. જૂના જમાનામાં યારે ફોન અને મોબાઈલ નહોતા ત્યારે બરાબર ૧૩૧ વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે પણ ઓડિયો મેસેજ મોકલ્યો હતો. જો કે, તે સમયે ઓડિયો સંદેશ ખેત્રી સુધી પહોંચતા લગભગ ૧૮૦ દિવસનો સમય
લાગ્યો હતો.
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં તેમના ઐતિહાસિક સંબોધન પછી, તેમણે રાજસ્થાનના ખેત્રીના તત્કાલીન રાજા અજીત સિંહને ફોનોગ્રાફ દ્રારા ચાર મિનિટનો ઓડિયો સંદેશ મોકલ્યો જે હિન્દીમાં હતો. સ્વામી વિવેકાનંદના સંબોધનની તારીખ (૧૧ સપ્ટેમ્બર) દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ખેત્રીના લોકોને સંદેશો પહોંચાડવા માટે, રાજા અજીત સિંહે મહેલના દરબાર હોલમાં એક ખાસ દરબારનું આયોજન કયુ હતું. તે સમયે ખેત્રીના રાજા પાસે ફોનોગ્રાફ પણ હતો. જેના દ્રારા ખેત્રીના રહેવાસીઓને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ખેત્રીના રાજાનો ફોનોગ્રાફ વેલુર મઠના સંગ્રહાલયમાં સચવાયેલો છે. ફોનોગ્રાફ અવાજ રેકોર્ડ કરવા માટે વપરાતું ઉપકરણ છે. તેની શોધ ૧૮૭૭ માં થઈ હતી. તેને ગ્રામોફોન અથવા રેકોર્ડ પ્લેયર તરીકે પણ ઓળખવામાં
આવે છે.
અમેરિકા અને ત્યાંના લોકોનો વિકાસ જોઈને સ્વામી વિવેકાનંદે રાજા અજીત સિંહને ફોનોગ્રાફ દ્રારા સંદેશ આપ્યો હતો કે તેઓ તેમના લોકોને શિક્ષિત બનવા માટે પ્રેરિત કરે. દરેક ગામમાં શાળાઓ ખોલે. દર્દીઓની સારવાર માટે દવાખાનાની વ્યવસ્થા કરે. લોકોની પ્રગતિ એ તમારી
પ્રગતિ છે.
સ્વામી વિવેકાનંદના અમેરિકન મિત્ર હેનરી વેલે ૪ ઓકટોબર, ૧૮૯૩ના રોજ ઓડિયો સંદેશ રેકોર્ડ કર્યેા હતો. આકટોબર ૧૮૯૩માં ભારતને રોડ અને જળમાર્ગ દ્રારા આડિયો સંદેશા મોકલવામાં આવ્યા હતા. માર્ચ ૧૮૯૪માં તે ખેતરી પહોચ્યા. ખેત્રી પહોંચવામાં લગભગ ૧૮૦ દિવસ લાગ્યા. સંદેશમાં શિક્ષણ અને તબીબી વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech