સ્વામી, સાધુ તાજમહેલમાં ફ્રી એન્ટ્રી આપવા હંગામો કર્યો

  • October 13, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજમહેલમાં સાધુઓને ફ્રી એન્ટ્રી આપવાને લઈને હોબાળો થયો છે. આ મામલામાં એડીએમ પ્રોટોકોલ પર સવાલો ઉઠી રહ્યા છે. આ આદેશ તેમના દ્રારા જ જારી કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજમહેલ જોવાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. તાજમહેલ જોવા આવેલા ૧૧૦ સાધુઓને પ્રવેશ ફી ચૂકવવાને લઈને હોબાળો થયો હતો. લાંબા હોબાળા બાદ પણ એએસઆઈએ સાધુઓને ફ્રી એન્ટ્રી આપી ન હતી. યારે એડીએમ પ્રોટોકોલે ટિકિટ વિના તાજ જોવાનો આદેશ જારી કર્યેા હતો. આ પછી સાધુઓએ ટિકિટ લીધી અને સ્મારકની મુલાકાત લીધી. સ્વામિનારાયણ સંસ્થાના ૧૧૦ સાધુ તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતા.સાધુઓનું આ પ્રતિનિધિમંડળ ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે ગયું હતું. આ લોકો તાજમહેલ જોવા પહોંચ્યા હતા. આ અંગેની પૂર્વ માહિતી એડીએમ પ્રશાસનને આપવામાં આવી હતી.એટીએમ પ્રશાસને સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદને જરી વ્યવસ્થા કરવા, સુરક્ષા માટે પોલીસ અને તહેસીલદારની વીઆઈપી તૈનાત કરવા સૂચના આપી હતી. યારે સાધુઓનું જૂથ તાજમહેલ પહોંચ્યું તો તેમને ટિકિટ વિના પ્રવેશતા અટકાવવામાં આવ્યા. સાધુઓએ આનો વિરોધ કર્યેા અને ગેટ પર હંગામો મચાવ્યો. આ પછી સિવિલ સોસાયટીએ તમામ સાધુઓની ટિકિટ ખરીદી હતી. આ પછી તે સ્મારકમાં પ્રવેશી શકયા હતા .બીજી તરફ, સાધુ સેન્ટ્રલ ટાંકી પર હાથ જોડીને ફોટો લેવા માંગતા હતા, પરંતુ સીઆઈએએફ ના જવાનોએ તેમ કરવાની ના પાડી દીધી. બીજી તરફ તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ બાજપાઈનું કહેવું છે કે સાધુ ટિકિટ ખરીદીને તાજમાં આવ્યા હતા. તાજમાં કોઈપણ પ્રકારની હંગામો થયો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application