સુઝલોન એનર્જીને તાજેતરમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉર્જા સંબંધિત ઓર્ડર મળ્યો છે. સતત પાંખો સાથે ઉડતા સુઝલોનના શેરમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. આ ઓર્ડર કંપની માટે માત્ર એક મોટી ઉપલબ્ધિ નથી, પરંતુ દેશના ઉર્જા ક્ષેત્રમાં પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ ઓર્ડર શું છે ? અને સુઝલોનના ભવિષ્ય પર તેની શું અસર થશે ? ચાલો જાણીએ…
સુઝલોન એનર્જીએ NTPC ગ્રીન એનર્જી લિમિટેડ પાસેથી 1,166 મેગાવોટનો ઓર્ડર જીત્યો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો પવન ઉર્જાનો ઓર્ડર છે. સુઝલોન એનર્જી કુલ 370 વિન્ડ ટર્બાઇન જનરેટર સ્થાપિત કરશે, જેમાં 3.15 મેગાવોટની ક્ષમતાવાળા હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર અને ટર્બાઇનનો સમાવેશ થશે. સુઝલોને રેનોમ એનર્જીમાં 51% હિસ્સો ખરીદ્યો છે, જે તેને કંપનીની પેટાકંપની બનાવે છે. આ ડીલ કંપનીની વિકાસ રણનીતિના ભાગરૂપે કરવામાં આવી છે.
બ્રોકરેજે આપ્યો મોટો ટાર્ગેટ
ICICI સિક્યોરિટીઝે તાજેતરમાં સુઝલોન એનર્જીની લક્ષ્ય કિંમત વધારીને રૂ. 80 કરી છે, જ્યારે અગાઉ તે રૂ. 70 હતી. આ સાથે કંપનીનું 'એડ' રેટિંગ પણ જાળવી રાખવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે, સુઝલોન તેની નોન-કોર એસેટ્સ વેચીને તેની મૂડીની જરૂરિયાતો પૂરી કરી રહી છે, જેનાથી કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત થઈ રહી છે.
સુઝલોન એનર્જીનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 95% વધ્યો છે, જે નિફ્ટીના 16% વળતર કરતા ઘણો આગળ છે. છેલ્લા 12 મહિનામાં સુઝલોનના શેરમાં 213%નો વધારો થયો છે, જે રોકાણકારો માટે એક મોટી સિદ્ધિ છે.
સુઝલોન શું કરે છે?
સુઝલોન એ ભારતમાં વિન્ડ પાવર ટર્બાઈન્સનું સૌથી મોટું ઉત્પાદક છે અને દેશમાં સ્થાપિત કુલ પવન ઉર્જા ક્ષમતાનો મોટો હિસ્સો આ કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. સુઝલોન વિવિધ ક્ષમતાઓની વિન્ડ ટર્બાઇન બનાવે છે, જે પવનની વિવિધ પરિસ્થિતિઓમાં કાર્ય કરવા સક્ષમ છે. આ ઉપરાંત સુઝલોન વિન્ડ પાર્કની સ્થાપના અને સંચાલન પણ કરે છે. સુઝલોનની હાજરી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા અન્ય ઘણા દેશોમાં પણ સક્રિય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech