BREAKING NEWS

રાજકોટમાં પીએસઆઇની સર્વિસ રિવોલ્વરથી શંકાસ્પદ ફાયરિંગ: પોતે, મહિલા મિત્રને ઇજા

  • March 31, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ એફએસએલ કચેરી પાસે આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં ગઈકાલ રાત્રીના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. પંડાની સર્વિસ રિવોલ્વરમાંથી શંકાસ્પદ ફાયરિંગ થયું હતું. જેમાં પીએસઆઇ પંડાને હાથના ભાગે અને તેમની મહિલા મિત્રને કમરનાભાગે ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા અહીં ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. હત્પમલામાં ઘવાયેલા પીએસઆઇ અને તેની મહિલા મિત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પીએસઆઇ રિવોલ્વર સાફ કરતા હતા તે સમયે અકસ્માતે ગોળી વછૂટી હોવાનું હાલ પોલીસ કહી રહી છે. પરંતુ એક જ રાઉન્ડ ફાયરિંગ થયું હોય અને તેમાં ખુદ પીએસઆઇ અને તેની મહિલા મિત્ર બંનેને ઈજા પહોંચી હોય ત્યારે ફાયરિંગ શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ હાલ પોલીસે આ મામલે જાણવા જોગ એન્ટ્રી કરી વધુ તપાસ હાથ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ નીતિન કે. પંડા યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક નજીક આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટ લેટ નંબર ૪૦૪ માં ગઈકાલ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તેમની મહિલા મિત્ર પૂજાબેન સાથે હાજર હતા. દરમિયાન પીએસઆઇ એન.કે. પંડા પોતાની સર્વિસ રિવોલ્વર (પિસ્તોલ) સાફ કરી રહ્યા હતા અને અકસ્માતે ગોળી વછૂટતા એક રાઉન્ડ ફાયર થયું હતું જેમાં પીએસઆઇ પંડાને જમણા હાથે યારે તેમના મિત્ર પૂજાબેનને ડાબા પડખાના ભાગે ઈજા પહોંચી હતી.બનાવના પગલે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યારે બીજી બાજુ સ્થાનિક દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.એલ. ડામોર, પીએસઆઇ વી.જી. ડોડીયા તથા ટીમ બનાવસ્થળે દોડી ગઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News