આજકાલ પ્રતિનિધિ
પોરબંદર
પોરબંદરમાં લોકસભાની ચૂંટણી સમયે તત્કાલીન કલેકટર દ્વારા નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે અને ખોટા બીલ બનાવીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડયુ છે તે પ્રકારના ગંભીર આક્ષેપ સાથે વડગામના ધારાસભ્યએ પોરબંદરના તત્કાલીન કલેકટર સામે પગલા ભરીને સસ્પેન્ડ કરવા તથા વીજીલન્સ તપાસ સોંપવા માંગ કરી છે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદરમાં વર્ષ ૨૦૨૪માં યોજાયેલ લોકસભાની ચૂંટણી સંદર્ભે પોરબંદરના તત્કાલીન જિલ્લા કલેકટર અને તંત્ર દ્વારા જે બીલો ગ્રાન્ટની માંગણી સાથે મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગર સમક્ષ રજુ કરવામાં આવેલ તેમાં પ્રથમ દર્શનીય જોતા અનેક આર્થિક ગેરરીતિઓ થયેલ હોવાનું જણાઇ આવેલ છે. અન્ય જિલ્લાઓમાં પણ આવા શંકાસ્પદ બીલો સબબ ગ્રાન્ટની માંગણી કરતા મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની કચેરી દ્વારા ખુલાસા માંગતા પત્રો લખવામાં આવેલ.
આ પત્ર અન્વયે અમોએ તપાસ કરતા જાણવા મળેલ કે પોરબંદરમાં વર્ષ ૨૦૨૪માં યોજાયેલા લોકસભાની ચૂંટણી સંદર્ભે જે ખર્ચ કરવામાં આવેલ તેના પોરબંદર તત્કાલીન જિલ્લા કલેકટર અને તંત્ર અને ખર્ચ સમિતિ સમક્ષ ખાનગી એજન્સીઓ, કોન્ટ્રાકટરો દ્વારા રજૂ કરવામાં આવેલા બીલોમાં નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું પાલન થયેલ નથી. અને તેમ છતાં તંત્ર દ્વારા આવા બીલોને મંજૂરી આપીને નાણાની ચુકવણી કરી ગેરરીતીઓ આચરેલ છે જેમકે
માંડલિયા મંડપ સર્વિસીસએ ૨૦ લાખના મંડપ ટેન્ડર સામે ૨૦ લાખનું બીલ રજુ કરવાના બદલે ા. ૨,૯૬,૦૦,૦૦૦નું બનાવટી બીલ રજુ કરેલ. આ બીલ સામે પોરબંદર તત્કાલિન કલેકટર તંત્ર અને ખર્ચ સમિતિ દ્વારા ૩૮ લાખ પિયાનું ચુકવણુ કરી દેવામાં આવેલ છે. જે સદંતર અયોગ્ય અને નિયમ વિધ્ધનું છે, બલ્કે આ બીલની મંજુરી એ નાણાની ઉચાપત છે.
વધુમાં જણાવવાનું કે મંડપના ૨૦ લાખના ટેન્ડર સામે ૩૮ લાખનું ચુકવણુ કોઇ જ આધાર વિના કરવામાં આવેલ છે. અમારી શુધ્ધ જાણકારી મુજબ જે વધારાના ૧૮ લાખ પિયાનું ચુકવણુ કરવામાં આવ્યુ તેના ડીલીવરીચલણ, વર્ક ઓર્ડર કે સદર બીલોને પ્રમાણિત કરતા અધિકારીઓના પ્રમાણપત્ર આ કશુંજ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી.
વધુમાં સદર મંડપ એજન્સી- માંડલિયા મંડપ સર્વિસિસ દ્વારા રેકોર્ડ પર એવો જવાબ રજુ કરવામાં આવેલ છે કે તેઓેએ જિલ્લા પોલીસવડા અને અન્ય અધિકારીઓની મૌખિક સુચનાઓના કારણે ૨૦ લાખ કરતા વધુ રકમનો મંડપ લગાડેલ, પરંતુ આ મામલે જિલ્લા પોલીસવડાની કચેરી દ્વારા લેખિત જવાબ કરવામાં આવેલ છે કે તેઓએ સદર મંડપવાળાને આવી કોઇ મૌખિક સૂચનાઓ આપેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મંડપના ૨૦ લાખના ટેન્ડર સામે ૧૫ ગણી એટલે કે ા. ૨,૯૬,૦૦,૦૦૦ જેવી તોતીંગ રકમ સરકારી તિજોરીમાંથી નાણાની ઉચાપતના બદ આશયથી માંગનાર સદર મંડપ સર્વિસીસને કાયમ માટે બ્લેકલીસ્ટ કરવા સરકારમાં ભલામણ કરવાના બદલે પોરબંદરના તત્કાલિન કલેકટર દ્વારા તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વગર ટેન્ડરે કોન્ટ્રાકટ આપી દીધેલ છે જે દર્શાવે છે કે સદર મંડપ સર્વિસી અને પોરબંદર જિલ્લા કલેકટર વચ્ચે સુંવાળા સંબંધો હોવા જોઇએ.
અમોએ નાણકીય ઉચાપતનો આ મામલો ગુજરાત વિધાનસભામાં વિગતવાર ઉપસ્થિત કર્યા બાદ પણ પોરબંદર કલેકટર અને ચુંટણી સંદર્ભે બનેલ ખર્ચ સમિતિ અમારી શુધ્ધ નજાણકારી મુજબ ઉપરોકત મંડપવાળાને ૩૮ લાખ ઉપરાંત વધુ ૨૨ લાખ ચુકવવા તૈયાર થયેલ છે. ઉલ્લેખનીય છેકે આ ૨૨ લાખ પિયા સંદર્ભે પણ તત્કાલીન કલેકટર તંત્ર પાસે મંડપ લગાવ્યો હોવાના ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી, વર્કઓર્ડર, ડીલીવરી ચલણ કે અધિકારીઓએ પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો ઉપલબ્ધ નથી.
આથી અમો આપ સમક્ષ માંગણી કરીએ છીએ, માંડલિયા મંડપ સર્વિસીસ અને પોરબંદર તત્કાલિન કલેકટર તંત્ર એકબીજના મેળાપીપણામાં રાજ્યના નાગરિકોના ટેકસના નાણાની આ રીતે જે ઉચાપત કરી રહ્યા છે તેની વિજીલન્સ, એ.સી.બી. કે સી.આઇ.ડી. ક્રાઇમ મારફતે તપાસ કરાવવામાં આવે અને તાત્કાલિક અસરથી પોરબંદરના તત્કાલિન કલેકટર અને તેઓની સાથે જે પણ અધિકારીઓ આ ઉચાપતમાં સામેલ જણાય તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
પોરબંદરમાં વર્ષ ૨૦૨૪માં યોજાયેલ લોકસભાની ચુંટણી સંદર્ભે રજુ થયેલા બીલોમાંથી અધિકારી દ્વારા ૧૬ હજાર પિયાના ડ્રાયફ્રૂટ ખાઇ જવાના બીલો મંજૂર થયેલ છે જે પણ નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું ઉલ્લંઘન છે.
ઉપરોકત બીલોની સાથોસાથ બજારમાં ૬ હજાર પિયાની કિંમતે મળતી સાયરનનું ૬૦ હજાર જેટલુ ભાડુ ચૂકવવામાં આવે છે જે પણ નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું ઉલ્લંઘન છે.
ચૂંટણી સંદર્ભે ઓબ્ઝર્વર તરીકે નીમાયેલા અધિકારીએ મુકેલા હજારો પિયાના બીલો મંજુર કરવામાં આવેલ જે પણ નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું ઉલ્લંઘન છે.
ચૂંટણી સંદર્ભે ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા અધિકારીઓએ ફૂડ બીલોની સાથો સાથ રસોઇ કરનાર કુકના અલગથી બીલો મંજૂર કરેલ છે જે પણ નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું ઉલ્લંઘન છે.
બજારમાં બે-પાંચ હજારમાં મળતા ટાવર ફેન અને એલ.ઇ.ડી.ના લાખો પિયાના બીલો ચૂકવવામાં આવેલ છે જે પણ નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનું ઉલ્લંઘન છે.
આ જ પ્રમાણે નાણાકીય ઉચાપત અને આર્થિક ગેરરીતિઓ પેટ્રોલ, ડીઝલના બીલો તેમજ ચા-નાસ્તાના બીલો પણ જોવા મળેલ છે. આ બીલો પણ પોરબંદર જિલ્લાના તત્કાલીન કલેકટર દ્વારા કોઇ જ આધાર પુરાવા વિના મંજુર કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી ખર્ચ બાબતે ગીર સોમનાથ કલેકટર તંત્ર, ગાંંધીનગર જિલ્લા કલેકટર તંત્ર, પંચમહાલ જિલ્લા કલેકટર તંત્ર, ભચ જિલ્લા કલેકટર તંત્ર, છટા ઉદેપુર કલેકટર તંત્ર અને જામનગર જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ ખાનગી એજન્સીઓ સાથે મીલીભગત કરી નાણાકીય ઉચાપતના બદઆશયથી સરકાર પાસેથી કરોડો પિયાની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવે છે. આથી , અમો માંગણી કરીએ છીએ કે ઉપરોકત તમામ કલેકટર કચેરીઓના લોકસભા-૨૦૨૪ની ચુંટણીના એક પણ બીલ સબબ પાકી સ્ક્રૂટીની અને તટસ્થ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ સિવાય કોઇ જ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે નહી તેમજ આ પત્ર લખાયા પૂર્વે ઉપરોકત કલેકટર કચેરીઓના જે જે અધિકારીઓ દ્વારા નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતનો ઉલ્લંઘન કરીને નાણા ચુકવવામાં આવેલ હોય તે તમામની ખાતાકીય તેમજ વિજીલન્સ તપાસ હાથ ધરી જર પડે ફોજદારી ગુના દાખલ કરવા સહિતી કાર્યવાહી કરવા ન્યાયના હિતમાં હું માંગણી કરુ છું. તેમ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech