ચાંદિપુરા બેકાબુ બની રહયો હોઈ એમ વધતા કેસ અને મૃત્યુની સંખ્યાના આંકડા જોતા લાગી રહયું છે એમ છતાં સરકાર અને રાજ્યનું આરોગ્ય વિભાગ દ્વારા ચાંદિપુરાથી ગભરાવવાની જરૂર નથી એવી સુફિયાણી સલાહ લોકોને આપી રહ્યું છે. રાજ્યમાં 24 કલાક પૂર્વે 11 શંકાસ્પદ કેસ મળ્યા છે. અને ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. જયારે 4 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ધીમીગતિએ વધતા કેસ અને દર્દીના મૃત્યુ છતાંએ ગ્રાઉન્ડ ઝીરો લેવલએ કોઈ ચોક્કસ પગલા લેવામાં આવી રહ્યા ન હોવાનું આ સ્થિતિ જોતા ફલિત થઇ રહ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં ગત રાત્રીના સાત મહિનાથી પાંચ વર્ષ સુધીના એમ ત્રણ બાળ દર્દીને ચાંદિપુરાના લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટના તરઘડીયાની સાત મહિનાની બાળકી, સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રાના બે વર્ષનું બાળક અને દ્વારકા જિલ્લાના જામ રાવલના પાંચ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. હાલ આ ત્રણેય બાળકોને પીડિયાટ્રિક વિભાગમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
આ સાથે એમસીએચ બિલ્ડીંગમાં 10 અને સિવિલમાં 1 મળી 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. 11 પૈકી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને ત્રણના નેગેટિવ જયારે પાંચ હજુ સસ્પેક્ટ છે.
જયારે રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 148 શંકાસ્પદ કેસ, 56 પોઝિટિવ અને 61 દર્દીઓના મોત થયાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 27 દર્દી સારવારમાં છે અને અત્યાર સુધીમાં 60 દર્દીને રજા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech