સુષ્મિતા સેન સમયસર હોસ્પિટલે આવી એટલે બચી ગઇઃ કાર્ડિયોલોજિસ્ટ

  • March 18, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પૂર્વ મિસ યુનિવર્સને થોડા દિવસ પહેલાં મેસીવ હાર્ટ એટેક આવ્યો હતો
  • ડૉ. રાજીવ ભાગવતે કહ્યું- ફિઝિકલી એક્ટિવ હોવાથી સુષ્મિતાને ઓછું નુકસાન થયું


મોત અને જીંદગી ઇશ્વરના હાથમાં છે, બેશક આ વાત તદ્દન સાચી છે. પરંતુ તકેદારી રાખવાથી લાંબી મેળવી શકાય છે, તેવું ડોક્ટરોનું માનવું છે. પૂર્વ મિસ યુનિવર્સ અને બોલોવૂડની ખુબસુરત એક્ટ્રેસ સુષ્મિતા સેનના કિસ્સામાં પણ ડોક્ટર આવું કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે સુષ્મિતા સમયસર હોસ્પિટલે આવી એટલે બચી ગઇ.

નોંધીનીય છે  કે સુષ્મિતા સેનને 27 ફેબ્રુઆરીના રોજ શૂટિંગ દરમિયાન સેટ પર જ હાર્ટ અટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને અહીંયા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે સુષ્મિતાની સારવાર કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે તે સમયસર હોસ્પિટલ આવી એટલે તેનો જીવ બચી ગયો.

ડૉક્ટરે વધુમાં કહ્યું હતું કે સુષ્મિતા પહેલેથી ઘણી જ ફિટ હતી એટલે તેને ઓછું નુકસાન થયું. ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિએ જરૂર કરતાં વધુ એક્સર્સાઇઝ કરવી જોઈએ નહીં, કારણ કે આમ કરવાથી બૉડીને રિકવર થવાની તક મળતી નથી.

સુષ્મિતાની સારવાર કરનાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજીવ ભાગવતે અંગ્રેજી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'સુષ્મિતાની હાઇ ફિઝિકલ એક્ટિવિટીને કારણે તેનું હાર્ટ વધુ ડેમેજ થયું નહીં. જોકે, હું એમ કહીશ કે તે લકી છે કે સમયસર યોગ્ય જગ્યાએ આવી ગઈ.

ડૉ. રાજીવના મતે....

 લાઇફસ્ટાઇલ સુધારવાથી હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે. સુષ્મિતા ફિઝિકલી એક્ટિવ હોવાથી તેને ઓછું નુકસાન થયું. કોઈ પણ એક્સર્સાઇઝ અઠવાડિયામાં 3-4 દિવસથી વધુ કરવી જોઈએ નહીં. શરીરને એક્સર્સાઇઝમાંથી રીકવર થવાની તક આપવી જોઈએ. ઊંઘ પણ પૂરતી લેવી જોઈએ. જો તમે વધુ એક્સર્સાઇઝ કરો છો અને ઊંઘ પૂરતી માત્રામાં લેતા નથી તો તે તમારી શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે.

ડૉક્ટર રાજીવે કહ્યું કે.... 'રાત્રે બે વાગ્યાની સૂવાની ટેવ બદલવી જોઈએ. સવારે ઊઠીને તરત જ જોગિંગ કરવું જોઈએ નહીં. આજકાલ આપણે એવી ઘટના ઘણી સાંભળીએ છીએ કે કોઈ જિમમાં હતું અને એક્સર્સાઇઝ દરમિયાન અવસાન થઈ ગયું. જિમ ફેશન માટે નથી. વધુ જિમ કરવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જિમ જતા પહેલાં 7-8 કલાકની ઊંઘ જરૂરી છે.

સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તેણે 'બીવી નંબર 1', 'ડૂ નોટ ડિસ્ટર્બ', 'મૈં હૂં ના', 'મૈંને પ્યાર ક્યોં કિયા' તથા 'તુમકો ના ભૂલ પાએંગે' તથા 'નો પ્રોબ્લમ' જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુષ્મિતા છેલ્લે વેબસિરીઝ 'આર્યા 2'માં જોવા મળી હતી. હવે તે 'આર્યા 3'માં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application