વડિયાની જીવાદોરી સમાન સુરવો–૧ ડેમ ઓવરફલો: સુરવો નદી બે કાંઠે વહી

  • August 30, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર ગુજરાત મા હાલ ભારે વરસાદની આગાહી છે ત્યારે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાંથી પસાર થતી સુરવો નદી પર આવેલો સુરવો–૧ ડેમ ઉપરવાસના રામપુર, તોરી, અરજણસુખ, ખાન ખીજડીયા, મોરવાડા સહિતના ગામડાઓના રાત્રીના સમયે વરસાદના કારણે  ભારે પાણીની આવક નોંધાતા ડેમમાં પાણીની આવક વધતા સુરવો ડેમની પાણીની સપાટીમા વધારો થતા ડેમ સીઝનના પ્રથમ વખત ઓવરલો થયો હતો અને ડેમના બે દરવાજા દોઢ ફટ ખોલવામા આવ્યા હતા. સુરવો ડેમના બે દરવાજા ખોલાતા સુરવો નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી તો સ્થાનિક તત્રં દ્રારા વડિયા, ચારણીયા, ચારણસમઢીયાળા, થાણાગાલોલ સહિતના ગામોને એલર્ટ કર્યા હતા. વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન સુરવો ડેમ પ્રથમ વખત ઓવરલો થતા વડિયા ના લોકોની પાણીની સમસ્યા હલ થતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ હોવા મળ્યો હતો. તો મુરજાતા પાક ને પણ વરસાદ થી ફાયદો થતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી હતી


સાકરોળી ડેમ ઓવરલો
અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લ ાની ત્રિભેટે આવેલો સાકરોળી ડેમ પણ ભેસાણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમા ભારે વરસાદ ના કારણે સાકરોળી નદીમાં ઘોડા પૂર આવતા સીઝનમા પ્રથમ વખત ઓવરલો થયો છે. સિંચાઈ માટેનો આ ડેમ ઓવરલો થતા વડિયાના હનુમાન ખીજડીયા, જેતપુરના ચારણ સમઢીયાળા,ભેસાણના સાંકરોડા સહિતના ગામોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સિંચાઈ માટેના સાકરોળી ડેમ ઓવરલો થતા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળુ પાકમાં પાણીનો પ્રશ્ન પૂર્ણ થતા હાલ ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application