રામ મંદિરની સુરક્ષા માટે સરયૂની લહરો પર સર્વેલન્સ રૂમ, અત્યાધુનિક ટેકનોલોજીથી થશે મોનિટરિંગ

  • January 10, 2024 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન શ્રી રામ ના અભિષેકની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે ત્યારે રામ મંદિરની સુરક્ષા માટે સરયૂના મોજા પર અત્યાધુનિક ટેકનોલોજીવાળા સર્વેલન્સ મ બનાવવામાં આવશે. તેના દ્રારા ચૌધરી ચરણ સિંહ ઘાટથી ગુાર ઘાટ સુધી નદી પર નજર રાખવામાં આવશે.આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના ઈરાદા સાથે નદીના રસ્તેથી કોઈ અનિચ્છનીય તત્વો અયોધ્યામાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વેલન્સ મનું નિર્માણ આ વ્યૂહરચનાનો એક ભાગ છે. નદીના મોજા પર જેટી ઉપર તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નદીના પૂરના કિસ્સામાં, આ મ પણ જેટીની સાથે આવશે. જો પાણીનું સ્તર ઘટશે તો તે આપોઆપ નીચે જશે.

મહત્વનું છે કે જે સર્વેલન્સ મનું નિર્માણ સંભાળી રહ્યા છે તે એસ એ એસ એન્ટરપ્રાઈઝના સમીર સાકિબે કહ્યું કે ત્રણ અયોધ્યા ધામના ઘાટ પર અને એક ગુાર ઘાટ પર બાંધવામાં આવનાર છે. તેમની સંખ્યા પણ વધારી શકાય છે. આરતી ઘાટ ખાતે પ્રથમ મનું બાંધકામ શ થઈ ગયું છે. ખાસ ડિઝાઇન કરાયેલ આ મ કોટેજ જેવો હશે. મજબૂત લોખંડની ફ્રેમમાં, નીચેનો અડધો ભાગ લાકડાનો અને ઉપરનો અડધો ભાગ કાચનો બનેલો હશે. એક પછી એક તમામ સર્વેલન્સ મ બનાવીને પોલીસને સોંપવામાં આવશે. પોલીસ દ્રારા મોનીટરીંગ માટે સાધનો મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિા સમારોહને લઈને સમગ્ર અયોધ્યા સુરક્ષા કવચ હેઠળ રહેશે. રામનગરીના વિવિધ વિસ્તારોમાં સાત સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગેલી છે. જિલ્લાની સરહદો પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. સઘન સર્ચ કર્યા બાદ આવતા–જતા વાહનોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. ટીમો હોટલ, લોજ અને ધર્મશાળાઓમાં પણ તપાસ કરી રહી છે. જેઓ ત્યાં રોકાયા છે અને બુકિંગ કરાવે છે તેમની ચકાસણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપીના કાફલાના ટ પર પણ પોલીસની ટીમો તપાસ કરી રહી છે. પ્રાણ પ્રતિા બાદ અહીં દરરોજ એકથી બે લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી અપેક્ષા છે.

મહત્વનું છે કે ૧૫ જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ તરફ જતા રસ્તાઓ પર ઈ–બસોનો કાફલો તૈનાત કરવામાં આવશે. બસો ૧૪ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. પ્રથમ તબક્કામાં રામપથ અને ધરમપથ પર ઈ–બસ ચલાવવામાં આવશે. તો બીજી તરફ બહારના જીલ્લા માંથી આવનાર પોલીસ ફોર્સના રોકાણ માટે ૧૦૩ સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સ્કુલોમાં ૨૦ જાન્યુ સુધી જવાનો રોકશે દરેક સ્કુલના ચાર પાંચ કલાસ મમાં ૧૦૦–૧૦૦ પોલીસ જવાનો રોકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application