બિલકીસ બાનો કેસમાં તમામ ૧૧ દોષિતોનું આત્મસમર્પણ

  • January 22, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલકીસ બાનો  પર સામુહિક બળાત્કાર કેસમાં તમમ આરોપીઓ ને આપવામાં આવેલી માફી રદ કરી સુપ્રીમ કોર્ટએ આત્મ સમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો અને બે અઠવાડિયામાં જ હાજર થવાનો આદેશ કર્યેા હતો, જે અનુસંધાને તમામ ૧૧ દોષિતો એ ગોધરા જેલ સતાવાળાઓ સમક્ષ આત્મ સમર્પણ કયુ છે.

ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરા ટ્રેનના એસ–૬ ડબ્બામાં આગ લગાવીને સળગાવ્યા બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણો સમયે બિલકીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણોથી બચવાનો પ્રયાસ કરતી વખતે, તેણી પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્રારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલકીસ બાનો કેસના તમામ ૧૧ દોષિતોએ, રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કયુ હતું. લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે તમામ ૧૧ દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કયુ છે.

આ કેસમાં ગુજરાત સરકાર દ્રારા ૧૧ દોષિતોને આપવામાં આવેલી માફી રદ કરીને સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરીએ મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ સાથે, કોર્ટે ૨૦૨૨ માં સ્વતંત્રતા દિવસ પર સજામાંથી મુકત થયેલા દોષિતોને બે અઠવાડિયામાં જ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આત્મસમર્પણનો આદેશ આપ્યો હતો

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ગુનેગારોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવા અંગેની અરજીને ફગાવી દીધી હતી અને તેમને રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. આ ૧૧ દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચદ્રં જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ, જસવંત, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઠીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
શું છે બિલ્કીસ બાનો કેસ?

ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરા ટ્રેનના એસ–૬ ડબ્બામાં આગ લગાવીને સળગાવ્યા બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા ભયાનક કોમી રમખાણો સમયે બિલકીસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણોથી બચવાનો પ્રયાસ કરતી વખતે, તેણી પર સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત તેના પરિવારના સાત સભ્યોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application