કેશોદ સિવિલ હોસ્પિટલની કલેકટર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ

  • August 02, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. કેશોદ અને આસપાસનાં ગામનાં લોકોની આરોગ્યની ખેવના કેશોદ સિવિલ હોસ્પિટલ મારફતે ઈ રહી છે.  જૂનાગઢ જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલકાત લીધી હતી. હોસ્પિટલમાં કરવામાં આવતી સારવાર, આરોગ્યલક્ષી સેવા સો સંકળાયેલ તબીબો અને પેરામેડીકલ સ્ટાફ, દવાઓની ઉપલબ્ધિ, વાહક રોગન કિસ્સાઓ બને ત્યારે હોસ્પિટલ દ્વારા કરવામાં આવનારી કામગીરીની પૂર્વ તૈયારી, ચોમાસામાં પાણીજન્ય રોગો અને બેકટેરિયા, વાયરસ અને મચ્છરજન્ય રોગોની સારવાર સહિતની તલસ્પર્શી વિગતો હોસ્પિટલનાં અધિક્ષકએ જણાવી હતી. જિલ્લ ા કલેકટરની કેશોદ હોસ્પિટલ ખાતેની આ મુલાકાત દરમિયાન કેશોદ પ્રાંત અધિકારી તા સંબંધિત કચેરીઓના અધિકારીઓ સહિતના જોડાયા હતા.

કલેક્ટરે સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ, આરોગ્ય સેવા પૂરી પાડતા હોસ્પિટલનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. દવાઓના પૂરતો જથ્ો ઉપલબ્ધ છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લ ા કલેકટરે દર્દીઓ સો સંવાદ કર્યો અને તેમને આપવામાં આવતી સારવાર વિશે વિગતો મેળવી હતી. વધુમાં હોસ્પિટલ ખાતે  ઘટતું શું ઈ શકે તે માટે તેમણે આરોગ્ય તંત્રને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં ચાંદીપુરા અને વાહકજન્ય રોગ અન્વયે હોસ્પિટલ તા આજુબાજુના વિસ્તારમાં સફાઈમાં અગ્રતા આપવા અને સ્વચ્છતા પર વધુ ભાર મૂકવા તાકીદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application