જૂનાગઢ પોલીસના ડ્રોન દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ કરાયું: હીસ્ટ્રીશીટરોમાં ફફડાટ

  • August 29, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ રેન્જ આઈ.જી નિલેશ ઝાંઝડીયા, એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે અસામાજિક તત્વોને ઝડપી લેવા  શહેરના એ ,બી અને સી ડિવિઝનના  વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ડ્રોન કેમેરાને આધારે  સર્વેલન્સ ચેકિંગ ઝુંબેશ માં  પોલીસે પાવર ચોરી થતી હોવાની બાબતને લઈ  પીજીવીસીએલને સાથે રાખી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. 
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન નીચે  એ ડિવિઝન પીઆઈ જાદવ ,બી ડિવિઝન પીઆઈ શાહ, સી ડિવિઝન પી.આઈ ઊંજીયા સહિતની ટીમ દ્વારા લાઠી હેલ્મેટ, બોડી વોર્ન કેમેરા  સાથે ખ્વાજા નગર, દોલતપરા, કડિયાવાડ ,સંધિપરા, દાતાર રોડ, સુખનાથ ચોક ,જમાલવાડી હર્ષદ નગર, ભારત મિલનો ઢોરો, ખામધ્રોળ રોડ, રાજીવ નગર, ગાંધીગ્રામ, ધરમ અવેડા, કેમ્બ્રિજ સહિતના વિસ્તારોમાં બુટલેગરો હિસ્ટ્રી સિટરો, જુગારીઓ સહિતના અસામાજિક તત્વોને ઝડપી લેવા સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ કામગીરી હાથ ધરી હતી. ચેકિંગ ઝુંબેશ અંતર્ગત ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી.

​​​​​​​
સાથે રહેલી પીજીવીસીએલ ટૂકડીએ ૧૬ વીજચોરી પકડી
અમુક વિસ્તારોના ઘરોમાં ગેરકાયદેસર પાવર ચોરી થતી હોવાની બાબત સામે આવી હતી. જેને લઇ પોલીસે પીજીવીસીએલની ટીમને  સાથે રાખી તપાસ કરતા સિરાજ બોદુભાઈ ઠેબા, બિલકીસ બેન કાદરી, હુસેન ચૌહાણ, પરબતભાઈ મોરી બાલાભાઈ ગરચર, જરીનાબેન શેખાણી, ભગુભાઈ પરમાર ,સલમાબેન સોઢા, મોહમ્મદભાઈ સમા ,ભીખુભાઈ અરબ, રાંભીબેન ગરચર, ડોસાભાઈ કોડીયાતર, લાખીબેન કોડીયાતર, અમરીબેન , રામા ભાલ જેઠવા, નાથાભાઈ એમ મળી  ૧૬ ના ઘરમાં ગેરકાયદેસર પાવર ચોરી થતી હોવાની સામે આવતા પાવર ચોરી અંતર્ગત ગુન્હો દાખલ કરી ૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  પોલીસના સરપ્રાઈઝ સર્વેલન્સ અને ડ્રોન કેમેરાને આધારે ચેકિંગ ઝુંબેશ કામગીરી ને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application