આરટીઓનું સરપ્રાઈઝ ચેકિંગ: સાત સ્કૂલ વાહનને અડધા લાખનો દડં ફટકાર્યેા

  • August 14, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ આરટીઓ દ્રારા આજે સરપ્રાઈઝ સ્કૂલ વાહનોનું ચેકીંગ કરવામાં આવતા સાત જેટલા સ્કૂલ વાહનમાં પાસિંગ, ફિટનેસ અને જરી ડોકયુમેન્ટ ન હોવા તેમજ ક્ષમતા કરતા વધુ વિધાર્થીઓ બેસાડતા હોવાનું સામે આવતા અડધા લાખનો દડં ફટકારવામાં આવ્યો હતો. અચાનક આરટીઓના વાહન ચેકીંગને લઈને સ્કૂલ વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
રાજકોટ સહીત રાયમાં સ્કૂલ–કોલેજ ખુલતા સ્કૂલ વાહનોએ ફિટનેશ, પાસિંગ સહિતનું ચેકીંગ કરી કડક કાર્યવાહી કરવા માટેના સરકારના આદેશ બાદ આરટીઓ તત્રં દ્રારા નિયમિત ડ્રાઈવ કરી પાસિંગ અને ફિટનેસ સહિતના નિયમોભગં કરનાર સ્કૂલ વાહન ચાલકોને દડં ફટકારવામાં આવી રહ્યો હતો. બાદમાં સ્કૂલ વાહન સંચાલકોના હોબાળા અને પાસિંગ માટે સરકાર પાસે સમયની માગ કરતા હાલ પૂરતું ચેકીંગ ન કરવા માટેની સંભવિત સૂચનાને પગલે આરટીઓ તત્રં દ્રારા સ્કૂલ વાહન ચેકીંગ ઉપર બ્રેક લગાવી દેવામાં આવી હતી. જે બાદ આજે ફરીથી રાજકોટ આરટીઓ તત્રં દ્રારા સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા સાત જેટલા સ્કૂલ વાહનોમાં પાસિંગ, ફિટનેસ અને જરી ડોકયુમેન્ટ ન હોવા સહિતના નિયમ ભગં બદલ .૫૧૫૦૦ નો દડં ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી આરટીઓ કે.એમ.ખેપેડની સૂચનાથી આસી.ઇન્સ્પેકટર ઓ.એચ. ઝાલા અને ડી.એસ.વિરોલીયા દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application