જામનગર શહેર પોલીસ દ્વારા બજારોમાં ચાઇનીઝ દોરી અને તુકકલ ને લઈને સરપ્રાઈઝ ચેકિંગ

  • January 13, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાતિના તહેવાર ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા શહેર ના દરબારગઢ વિસ્તાર, દિપક ટોકિઝ થી લઇ લંઘાવાડ નો ઢાળિયો વિસ્તાર, ખંભાળિયા ગેટ વિસ્તાર, પવન ચક્કી વિસ્તાર અને ગ્રીન સિટી વિસ્તાર નજીક પતંગ ની બજારોમાં ચાઇનીઝ દોરી અને તુકકલને લઇને દુકાનો અને સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત જે વેપારી ચાઇનીઝ દોરી અને તુકકલનું વેચાણ કરશે, તેમના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં ભારતીય બનાવટ ની દોરીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. ચાઇનીઝ દોરી મનુષ્ય અને પક્ષીઓ બંન્ને માટે ઘાતક છે. તેમજ તુકકલના લીધે આગની ઘટનાઓ બને છે, તેથી આ બાબતે ખાસ તકેદારી રાખવા પોલીસે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application