જામજોધપુરના ધારાસભ્યની રાજકોટમાં અટક: જામનગરની ટીમ વિરોધ કરવા પહોંચી

  • March 22, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાઠોડ સાથે જોડાયા: કરશન કરમુરે કહ્યું લોકશાહીની હત્યા

ગઇકાલે રાત્રે દિલ્હીમાં શરાબ કાંડના પ્રશ્ર્ને ઇડીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા સમગ્ર દેશમાં આપ ના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યા છે, આજે રાજકોટમાં પણ જામનગરના કાર્યકરોએ દેખાવ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, ભાજપ સરકારની તાનાશાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ખાતે આમ આદમીના કાર્યકરો તેમજ જામનગરના અગ્રણીઓ અને જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઇ ખવા, જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, શહેર પ્રમુખ કરશનભાઇ કરમુર સહિતના અગ્રણીઓએ ભારે વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસે હેમતભાઇ ખવા અને વશરામભાઇ રાઠોડની અટકાયત કરી હતી, આ દેખાવના કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી કે.પી. બથવાર, તાલુકા મહામંત્રી જૈમીનભાઇ માધાણી, અનુજાતિના પ્રમુખ જીવરાજભાઇ ચૌહાણ, રેશ્માબેન પટેલ, નિમીષાબેન ખૂંટ સહિતના કાર્યકરો આ વિરોધમાં જોડાયા હતા.
જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશનભાઇ કરમુરે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ એ લોકશાહીની હત્યા સમાન છે અને ભાજપે આ રીતે ખોટા કેસ કરીને તેમને સંડોવી દીધા છે. આમ જામનગર શહેર જિલ્લાના આમ આદમીના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરી રાજકોટમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News