નવી સાયકલ લેવાની જીદ પૂરી ન થતા પગલું ભર્યું
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર નામની 16 વર્ષની વિદ્યાર્થીનીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ કારણોસર તેમના પિતાએ સાયકલ ન લઈ આપતા જિદ્દી અને ઉગ્ર સ્વભાવની ધર્મિષ્ઠાબેને ગઈકાલે સોમવારે આવેશમાં આવી અને પોતાના ઘરે પોતાના હાથે સાડી વડે છતના હૂકમાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દીપકભાઈ પરસોતમભાઈ પરમારએ મીઠાપુર પોલીસને કરી છે.
ઓખામાં ફીશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતાં માછીમાર સામે ગુનો
ઓખામાં કનકાઈ જેટી પાસેના દરિયાની ખાડીમાં ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવી લઈ અને ટોકનમાં જણાવ્યા કરતા વધુ માણસોને લઈને અનધિકૃત રીતે માછીમારી કરવા સબબ રૂપેણ બંદરના રહીશ ઈરસાદ કાસમભાઈ ભેસલીયા (ઉ.વ. 40) નામના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech