દારૂ પીને દંગલ મચાવનાર સુરજકરાડીના શખ્સે મીઠાપુર પોલીસ મથકમાં તોડફોડ કરતાં વધુ એક ગુનો

  • September 14, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા સંજય ખેતાભાઈ હાથીયા નામના 25 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે ગત તારીખ 8 ના રોજ મધરાત્રિના સમયે આશરે ચારેક વાગ્યાના સુમારે સુરજકરાડી વિસ્તારમાંથી દારૂ પીને તોફાન તથા ઝઘડો કરતા ઝડપી લીધો હતો. આ શખ્સને પોલીસે મીઠાપુરના પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા બાદ તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.


અહીં રાખવામાં આવેલા આરોપી સંજય હાથીયાએ લોકઅપમાં ફિટ કરેલો કેમેરો તથા તેને લગત એસેસરીઝ વિગેરેમાં તોડફોડ મચાવતા આ શખ્સ દ્વારા સરકારી મિલકતમાં આશરે રૂપિયા 10,000નું નુકસાન કરવા બદલ સ્થાનિક હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ મથકમાં ઉપરોક્ત સામે આઈ.પી.સી. કલમ 427 તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.


મોખાણામાં બિમારી સબબ યુવાનનું મૃત્યુ


ભાણવડથી સાત કિલોમીટર દૂર મોખાણા ગામે રહેતા પાંચાભાઈ રાણાભાઈ મોરી નામના 40 વર્ષના રબારી યુવાનને કેન્સરની બીમારી હોય, આ દરમિયાન તેમને શ્વાસ ઉપડતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ભાણવડ પોલીસને કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application