શાળાઓમાં કાયદાકીય શિક્ષણ ફરજિયાત બનશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યો જવાબ

  • November 26, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળાના અભ્યાસક્રમમાં કાયદાકીય શિક્ષણને ફરજિયાત બનાવવા અંગે કેન્દ્રીય રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ચાર સાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની ગીતા રાનીએ અરજીમાં કહ્યું છે કે મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે દરેક નાગરિક માટે મૂળભૂત કાયદાઓને સમજવું જરી છે. બંધારણ દ્રારા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવી છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચે કેન્દ્ર, રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં અરજી પર જવાબ માંગ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બાળકો કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે શૈક્ષણિક અભ્યાસક્રમમાં મૂળભૂત કાયદાકીય શિક્ષણ અને શાળા સ્તરે સ્વ–બચાવ તાલીમનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.
એનસીઆરબીના અહેવાલ મુજબ ૨૦૨૨માં બાળકો વિદ્ધના ૧.૬૨ લાખ ગુના નોંધાયા હતા. કાનૂની શિક્ષણ અને સ્વ–બચાવની તાલીમ અપરાધને રોકવામાં અને બાળકોને હિંસાથી બચાવવામાં મદદ કરશે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી રાઈટસ ઓફ ચાઈલ્ડ પર હસ્તાક્ષર કરનાર તરીકે, ભારત બાળકોને તમામ પ્રકારની હિંસા અને દુવ્ર્યવહારથી બચાવવા માટે બંધાયેલ છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી ઘટનાઓમાં પીડિતો, મુખ્યત્વે બાળકો, સ્વ–રક્ષણ કૌશલ્યના અભાવને કારણે પોતાનો બચાવ કરી શકતા નથી.
કાનૂની સાક્ષરતા અધિકારોની સમજ વધારશે, બાળકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ટાળવામાં મદદ કરશે અને જર પડે ત્યારે મદદ મેળવશે. આ પગલું વિધાર્થીઓને, ખાસ કરીને ગર્લ સ્ટુડન્ટસને પોતાનું રક્ષણ કરવાનું શીખવીને અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરીને સશકિતકરણ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application