BREAKING NEWS

પૂર્વ કચ્છમાં સીએનજી લાઈન નેટવર્કમાં લાંબા સમયથી ચાલતો વિવાદ ફગાવતી સુપ્રીમ કોર્ટ

  • May 19, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીધામ પૂર્વ કચ્છના ઔધોગિક, વેપારી, પરિવહન અને પર્યાવરણલક્ષી વિકાસ માટે અત્યતં મહત્વપૂર્ણ ગણાતી સીએનજી ગેસ પાઇપલાઇન અને નેટવર્ક સુવિધાના વિસ્તરણ માટે હવે ઐતિહાસિક માર્ગ મોકળો બન્યો છે. ભારતની માનનીય સર્વેાચ્ચ અદાલત દ્રારા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં, પૂર્વ કચ્છમાં સીએનજી નેટવર્કના વિકાસ સામે રહેલી કાનૂની અડચણો દૂર થઈ હોવાનું વેપાર અને ઉધોગજગતમાં આનદં અને રાહતની લાગણી સાથે જોવામાં આવી રહ્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા આ નિર્ણયને પૂર્વ કચ્છના ભવિષ્ય માટે આશાજનક અને વિકાસલક્ષી ગણાવી તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્રારા તાજેતરમાં આપવામાં આવેલા નિર્ણય બાદ પૂર્વ કચ્છ વિસ્તારમાં સીએનજી ગેસ પાઇપલાઇન અને નેટવર્કના વિસ્તરણ માટેની પ્રક્રિયા વધુ સ્પષ્ટ્ર અને સુગમ બનવાની શકયતા ઉભી થઈ છે. ગાંધીધામ ચેમ્બર દ્રારા આ નિર્ણયને વિકાસલક્ષી દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવી આશા વ્યકત કરવામાં આવી હતી કે, હવે પૂર્વ કચ્છમાં સીએનજી આધારિત આધુનિક ઈંધણ સુવિધાના વિસ્તરણને નવી ગતિ પ્રા થશે.ચેમ્બર પ્રમુખ શ્રી તેજા કાનગડે જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ આજે માત્ર કચ્છ જિલ્લ ાનો જ નહીં પરંતુ સમગ્ર દેશના મહત્વપૂર્ણ લોજિસ્ટિકસ અને ઔધોગિક કેન્દ્ર તરીકે ઝડપથી વિકસી રહ્યો છે. કંડલા અને મુન્દ્રા જેવા વૈશ્વિક બંદરો, ઔધોગિક એકમો, ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને દેશભરમાંથી સતત આવનજાવન કરતા હજારો વાહનોને કારણે અહીં આધુનિક અને કિફાયતી ઈંધણ વ્યવસ્થાની જરિયાત વર્ષેાથી અનુભવાતી હતી. છતાં લાંબા સમયથી સીએનજી નેટવર્કના અભાવે ટ્રાન્સપોર્ટ ઉધોગ, વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે સર્વેાચ્ચ અદાલતના નિર્ણય બાદ પૂર્વ કચ્છમાં સીએનજી ગેસ પાઇપલાઇન નેટવર્ક સ્થાપનાનો માર્ગ સ્પષ્ટ્ર બનતા સમગ્ર વિસ્તારમાં નવી આશા અને વિકાસની સંભાવનાઓ પ્રબળ બની છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application