પોલીસ અમારું કઈં નહીં કરી શકે, ગોપાલ ડેરીમાં સુપરવાઇઝર પતિની પત્નીને ધમકી

  • September 30, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટી રોડ પર માધવ પાર્કમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ગોપાલ ડેરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ, ધમકી અને દહેજની માંગણી કર્યા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.યુનિવર્સિટી રોડ પર માધવ પાર્ક શેરી નંબર એકમાં માવતરના ઘરે રહેતી વંદનાબેન (ઉ.વ ૩૨) નામની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગૌરીદળમાં રહેતા પતિ રવિ મગનભાઈ કામાણી, સસરા મગન કામાણી, સાસુ નીબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણીના લ ૨૦૧૪ ના રવિ કામાણી સાથે થયા હતા રવિ ગોપાલ ડેરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ લજીવન થકી સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર આર્ય છે.


લ બાદ દોઢેક વર્ષ સુધી બધું બરોબર હતું. બાદમાં સાસુ–સસરા અવારનવાર કહેતા તું તારા ઘરેથી કરિયાવર લાવી નથી તેમ કહી મેણાટોણા મારતા હતા તેમજ પિતાના ઘરેથી સેટી પલગં તથા પિયા લઇ આવવા માટે દબાણ કરતા હતા. પરિણીતાને અગાસી પર કપડાં પણ ચૂકવવા જવા દેતા નહીં અને માવતર સાથે ફોનમાં વાત પણ કરવા દેતા ન હતા. આ ઉપરાંત પતિની ચઢામણી કરતા પતિ પણ અવારનવાર ગાળો આપી પત્ની સાથે મારકૂટ કરતો હતો.

ચાર માસ પૂર્વે પતિ પત્નીને પિયર મૂકી ગયો હતો બાદમાં બે માસ રિસામણે રહ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાદમાં સમાધાન થતા પરિણીતા ફરી સાસરીયાના ઘરે ગઈ હતી. એક માસ પૂર્વે ફરી પતિ સહિતના ત્રાસ આપતા માવતર ચાલી આવી હતી. બાદમાં તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ગત તારીખ ૧૯૮ ના રોજ બપોરના ચારેક વાગ્યે પતિ તથા સસરા અહીં ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, તમે કેમ પોલીસમાં અમારા વિદ્ધ અરજી કરી છે? પોલીસ અમાં કાંઈ નહીં કરી શકે અને કહ્યું હતું કે અમે પણ તમારા વિદ્ધ પોલીસ કેસ કરી તમને પુરાવી દઈશું તમે ઘર મૂકી જતા રહો તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application