જો કે થલાપતિ પોતાનું ધ્યાન રાજનીતિમાં આપવામાં વ્યસ્ત
સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગમાં સતત વ્યસ્ત છે.થલાપતિ ઈન્ડસ્ટ્રીથી દુર રહી પોતાનું સંપુર્ણ ધ્યાન રાજનીતિમાં આપી રહ્યો છે. આ દરમિયાન તેને ઈજા થઈ છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જોવા મળી રહી છે.
અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું
થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ 2004ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
હાથમાં ઈજાના નિશાન જોવા મળ્યા
વિજયને ફુલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૌનું ધ્યાન તેના હાથ પર પડ્યું છે. હાથમાં ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. થલાપતિ વિજયને આ ઈજા ફિલ્મ GOATના શૂટિંગ દરમિયાન થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech