સત્ય હંમેશા જુઠ્ઠાણાં પાસે ઉજળું જ હોઈ છે, રાજકોટ ફિમેલ હેલ્થ તાલીમ શાળાના અધિક્ષક અને હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.ડી.એ.ચૌહાણ પાસેથી સરકારે તમામ ચાર્જ ઝૂંટવી લીધા છે. જેનું એક માત્ર કારણ છે કે, ડો.ચૌહાણે ફિમેલ હેલ્થ તાલીમ શાળાની ટ્રેનિંગ બેંચ માટે સિવિલ હોસ્પિટલમાંથી મનગમતા ત્રણ ફિમેલ નર્સની માગણી નામ જોગ કરી હતી જે અંગે આજકાલ દ્રારા આધાર પુરાવા સાથેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યેા હતો અને આ બાબતે ડો.ચૌહાણને પૂછવામાં આવ્યું હતું કે પીડીયું સિવિલ હોસ્પિટલમાં તાલીમ આપી શકે એવા ૨૫૦થી વધુ ફિમેલ નસગ કર્મચારીઓ છે તો માત્ર આ ત્રણ જ નસગ સ્ટાફની નામ જોગ માંગણી શા માટે કરવામાં આવી હતી ? આ મુદ્દે ડો.ચૌહાણ ગિન્નાયા હતા અને પોતે અનુભવી સ્ટાફની માંગણી કરી છે કોઈ મોટી ભુલ નથી કરી કહી લૂલો બચાવ કર્યેા હતો. જે બાદ આજકાલ દવારા ડો.ચૌહાણનો ભૂતકાળ પણ તપાસતા એક પછી એક ચિઠ્ઠા ખુલ્યા હતાં. જેમાં તેણે એ.એન.એમ. નસગ તાલીમ સ્કૂલમાં વર્ષ ૨૦૨૧માં ટયુટર તરીકે પીડીયુ સિવિલ હોસ્પિટલના ત્રણ ફિમેલ અને એક મેલ નસગ કર્મચારીને ત્રણ વર્ષ સુધી ડેપ્યુટેશન પર સાચવી રાખ્યા હતા જેમાંપણ કયાંકને કયાંક પોતાની સહાનુભૂતિ કે કોઈ અન્ય વ્યવહાર હોવાનું આજકાલના અહેવાલ બાદ સિવિલ સુપ્રીટેન્ડેન્ટે આ ચારેય નસગ કર્મચારીને તાત્કાલિક અસરથી છુટા કરી હોસ્પિટલ ખાતે મોકલી આપવા લેખિતમાં જાણ કરી હતી. ડો.ચૌહાણ સામે જે તે સમયે નસગ સ્ટાફ પાસેથી આર્થિક વ્યવહાર કરવાની પણ માગણી કરી હોવાનો પણ આક્ષેપ થયો હતો. આમ અનેક વિવાદોથી ઘેરાયેલા ડો.દિનેશ ચૌહાણ સામે આજકાલ એ પ્રસિધ્ધ કરેલા દરેક અહેવાલની ગાંધીનગરથી ગંભીર નોંધ લેવાતા તપાસના આદેશ છૂટા હતા અને વડોદરા સ્થિત વડી કચેરીના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં ડો.દિનેશ ચૌહાણ તેની ઓફિસના કર્મચારીઓ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, અને નસગ કર્મચારીઓ સહિતના નિવેદનો લેવાયા હતા અને રિપોર્ટ ગાંધીનગર આરોગ્ય કમિશનરને સોંપવામાં આવ્યો હતો. જેમાં ડો.દિનેશ ચૌહાણ પાસેથી ફિમેલ હેલ્થ તાલીમ શાળાના અધિક્ષક અને હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ તાત્કાલિક અસરથી છોડી દેવા માટેનો આદેશ કર્યેા હતો. હાલ ફિમેલ હેલ્થ તાલીમ શાળાના અધિક્ષકનો ચાર્જ બી.એસ.કાપડિયાને સોંપવામાં આવ્યો છે. જયારેહેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર ટ્રેનિંગ સેન્ટરનના પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ આર.ડી.ડી. ડો. ચેતન મહેતાને સોંપવામાં આવ્યો છે. ડો.ચૌહાણનો રિટાયર્ડ થવાનો સમય પણ નજીક છે એ પૂર્વે તેની સામે ગાંધીનગરથી પગલાં લેવામાં આવતા આગળ મુશ્કેલીનો સામનો પંકરવો પડી શકે છે. જે અંગે હવે સરકાર નક્કી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech