ચીનમાં ૨૦૦ કિમીની ઝડપે ત્રાટકેલા સુપર ટાયફૂન યાગીએ મચાવી તબાહી

  • September 07, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનમાં હાલમાં યાગી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વાસ્તવમાં સુપર ટાયફન યાગીએ ચીનના હૈનાનમાં લેન્ડફોલ કયુ છે. યાગી વાવાઝોડાને કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય ચીનના હવાઈ ટાપુમાં જીવન થંભી ગયું. ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચીનમાં ત્રાટકેલા આ સુપર વાવાઝોડું યાગીને ૨૦૨૪નું સૌથી શકિતશાળી વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. ૧ કરોડથી વધુ લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે ૮ લાખ ૩૦ હજારથી વધુ ઘરો પ્રભાવિત થયા છે. આ તોફાનના કારણે ૨ લોકોના મોત થયા છે યારે ૯૨ લોકો ઘાયલ થયા છે. તેણે ચીનના દક્ષિણ પ્રાંતો અને આસપાસના વિસ્તારોમાં એવી પાયમાલી મચાવી છે કે શાળાઓ, બીચ હોટલ, વ્યવસાયો, લાઇટસ અને બોટ સેવાઓ તમામ બધં કરવી પડી હતી.
સુપર વાવાઝોડું યાગી આ વર્ષે હેનાનમાં ત્રાટકનાર ૧૧મું વાવાઝોડું છે. તે શુક્રવારે સ્થાનિક સમયાનુસાર સાંજે ૪.૨૦ કલાકે હેનાન પ્રાંતના વેંગટિયન શહેર નજીકના દરિયાકાંઠે અથડાયું હતું. આ સમયે તેની ઝડપ ૨૩૪ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી. આ અઠવાડિયાની શઆતમાં સુપર વાવાઝોડું યાગી ઉત્તરી ફિલિપાઈન્સની મુલાકાત લીધી હતી અને તેનાથી ઘણો વિનાશ થયો. જેના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. આમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત પણ થયા હતા. ચારેબાજુ માત્ર તબાહીના દ્રશ્યો જ દેખાતા હતા. લોકો દોરડા વડે ઘરો પર પડેલા વૃક્ષોને હટાવતા જોવા મળ્યા હતા. ચારેબાજુ માત્ર કાદવ અને કાદવ જ દેખાતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application