સની કરશે હેટ્રિ, ટૂંક સમયમાં શરૂ થશે ‘ગદર 3’નું શૂટિંગ
વર્ષ 2023 સંપૂર્ણપણે બોલિવૂડના નામે રહ્યું અને આ વર્ષે બોલિવૂડના બે મોટા કલાકારોએ થિયેટરમાં કમબેક કર્યું. જેમાં એક નામ બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનનું હતું અને બીજું નામ સની દેઓલનું હતું. ગદર 2 પહેલા સની દેઓલનું કરિયર લગભગ સમાપ્ત માનવામાં આવતું હતું. તેને કેટલાક ખાસ મોટા પ્રોજેક્ટ પણ મળી રહ્યા ન હતા. પરંતુ ગદર 2 ફિલ્મથી તેનું નસીબ બદલાઈ ગયું. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. હવે સની દેઓલ ગદર 3 સાથે ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે. આ અંગે લેટેસ્ટ અપડેટ પણ સામે આવ્યું છે.
સની દેઓલની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર તેનો દબદબો રહ્યો હતો. 22 વર્ષ પછી, ચાહકો ગદર 2 જોવા માટે કતારમાં ઉભા હતા અને દરેક સની પાજીને જોવા આતુર હતા. હવે ગદર 2 ની સફળતા બાદ ગદર 3 વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડિરેક્ટરે આ વાતને સમર્થન આપ્યું છે.
ફિલ્મ ગદર 2ની સફળતા બાદ હવે સની દેઓલની નજર આ ફિલ્મના ત્રીજા ભાગ પર છે. તેને અને ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મને લઈને નવીનતમ અપડેટ એ છે કે ફિલ્મના લેખનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. સની દેઓલ, ઝી સ્ટુડિયો અને ડિરેક્ટર અનિલ શર્મા વચ્ચે આ અંગે પરસ્પર સંમતિ છે.
ફિલ્મના બેકડ્રોપ વિશે વાત કરીએ તો તે ભારત-પાકિસ્તાનના સંબંધો પર આ ફિલ્મ આધારિત હશે. ફિલ્મ ગદરના નિર્દેશક અનિલ શર્માએ ફિલ્મના ત્રીજા ભાગને લઈને પોતાનું સમર્થન આપ્યું છે.
તેણે કહ્યું કે આ ફિલ્મ બની રહી છે અને બેઝિક આઈડિયા પર કામ થઈ ગયું છે. હાલમાં તે નાના પાટેકર અને ઉત્કર્ષની ફિલ્મમાં વ્યસ્ત છે. આ પછી તે ગદર 3ની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech