બેક ટૂ બેક 15 ફ્લોપ ફિલ્મો આપનારી સની લિયોની બની માફિયા

  • June 05, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2012માં ડેબ્યુ કરતાની સાથે જ બોલિવૂડમાં હલચલ મચાવનાર અભિનેત્રી સની લિયોની છેલ્લા દસ વર્ષથી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપી રહી છે. અભિનેત્રીનું ફિલ્મી કરિયર ભલે બહુ સારું ન રહ્યું હોય, પરંતુ આજે પણ તે એક્ટિંગની દુનિયામાં સક્રિય છે, ટૂંક સમયમાં જ તે ગ્લેમરસ રોલ છોડીને માફિયાના રોલમાં જોવા મળશે.

સની લિયોની બોલીવુડમાં પદાર્પણ કર્યા બાદથી જ સતત ફ્લોપ ફિલ્મો આપી રહી છે. જોકે, તેણી પોતાના પ્રોડક્શન હાઉસથી અને અન્ય બિઝનેસમાંથી કરોડોની કમાણી કરે છે. ફ્લોપ ફિલ્મોની અસર સનીની આલીશાન લાઇફસ્ટાઇલ અને કમાણી પર બિલકુલ નથી પડી રહી. સની લિયોનીએ બોલીવુડની ફિલ્મો ઉપરાંત ઘણા આઈટમ સોન્ગ્સમાં પણ કામ કર્યું છે, જેના કારણે તે દર્શકોના દિલો પર રાજ કરે છે. ત્યારે હવે સાની લિયોની જલ્દી જ વધુ એક ફિલ્મમાં જોવા મળશે. જેમાં તે માફિયાના રોલમાં જોવા મળશે. ફેન્સ સની લિયોનીની ફિલ્મો અને ગીતોની રાહ જોતા હોય છે. ત્યારે સની લિયોનીએ સોમવારે તેની અપકમિંગ તમિલ ફિલ્મ ‘કોટેશન ગેંગ’નો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. સની લિયોનીએ બે પોસ્ટર શેર કર્યા છે. જેમાં સનીનો નવો અવતાર જોવા મળી રહ્યો છે, સનીને આવા અવતારમાં તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. સોશ્યલ મીડિયા પર સની લિયોનીએ શેર કરેલી આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટરમાં સની પ્રિયામણી સાથે સ્કર્ટ સાથે ચેક્સ શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમજ અન્ય પોસ્ટરમાં તેણે અભિનેતા જેકી શ્રોફની ગરદનને ગુસ્સામાં પકડેલી જોવા મળી રહી છે. પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે સની લિયોની જેકીનું ગાળું દબાવી રહી છે. ત્યારે સનીએ આ પોસ્ટરમાં પોતાના ગ્લેમરસ અવતારને છોડીને બોલ્ડ માફિયાના રોલને ખૂબ જ સારી રીતે પડદા પર ઉતાર્યો છે. સોશ્યલ મીડિયા પર સની લિયોનીની પોસ્ટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટને શેર કરીને સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, “એક હાઇપર-લિંક ફિલ્મ જુલાઈથી સિનેમાઘરોમાં!…” આ ફિલ્મમાં સની લિયોની એક હત્યારીના રોલમાં જોવા મળશે, જે એક ગ્રુપની મુખ્ય સભ્ય છે. તે એક કોન્ટ્રેક્ટ કિલર છે. તેનો રોલ ખૂબ જ ક્રૂક છે, જે તેની ગ્લેમરસ ઇમેજથી એકદમ અલગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application