સની લિયોની લાંબા સમયથી બોલિવૂડમાં છે. એડલ્ટ સ્ટાર બન્યા બાદ સનીએ જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેના પર અનેક સવાલો ઉભા થયા હતા. પોતાના ભૂતકાળને પાછળ છોડીને, સનીએ 2011 માં બિગ બોસ 5 માં ભાગ લીધો, જેના કારણે તે રાતોરાત ભારતમાં ફેમસ થઈ ગઈ. આ પછી અભિનેત્રીએ બોલિવૂડની ઘણી ફિલ્મો અને આઈટમ સોંગ્સ પણ કર્યા. પરંતુ હવે 13 વર્ષ પછી પણ સનીને એડલ્ટ ફિલ્મ સ્ટારનું ટેગ આપવામાં આવ્યું છે જેના કારણે સની ખૂબ જ નારાજ છે.
સની લિયોને કહ્યું- ‘મને લાગે છે કે તે હવે વધુ પરેશાન છે કારણ કે અમે હજી પણ તેના વિશે વાત કરી રહ્યા છીએ. ચલ! હું અહીં 13 વર્ષથી રહું છું. જો તમે તેને જવા નહીં દો તો આપણે બધા કેવી રીતે આગળ વધીશું? તેથી, હવે સમય આવી ગયો છે,’ સની લિયોને જણાવ્યું હતું કે, આ હવે કોઈ રસપ્રદ વાતચીત નથી પરંતુ કંઈક છે જે તેના જીવનનો એક ભાગ હતો.
સનીનું માનવું છે કે, સમયની સાથે વ્યક્તિ બદલાય છે અને તેનું કામ પણ બદલાય છે. કોઈ એક પ્રવૃત્તિને હંમેશા તેની ઓળખ બનાવી દેવાય તે યોગ્ય નથી. સની લિઓનીએ જણાવ્યું હતું કે, લોકો હજુ પણ મને નકારાત્મક રીતે જુએ છે અને આ બાબત ખૂંચે છે. જો કે મારી નિકટના લોકો સંરક્ષક દિવાલનું કામ કરે છે અને મને આ પ્રકારની નકારાત્મકાથી બચાવે છે. મારા માટે નકારાત્મક માન્યતા ધરાવતા લોકોની સામે બચાવનું કામ મારા મિત્રો અને પરિવારજનો કરે છે.
સનીનું ફોકસ હાલ પોતાની કરિયર પર છે. કારણ કે, બોલિવૂડમાં લાંબા સમયથી તેને ખાસ ઓફર મળી નથી. અનુરાગ કશ્યપે છેલ્લે થ્રિલર ફિલ્મ કેનેડીમાં સનીને લીધી હતી. આ ફિલ્મ 2023 કાન્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ હતી. જો કે અનુરાગની ફિલ્મો કમર્શિયલ રીતે હિટ નથી હોતી અને સનીને મોટા બનેર સાથે હિટ ફિલ્મ કરવાની ઈચ્છા છે.
2012માં સનીની પહેલી ફિલ્મ જિસ્મ 2 આવી હતી. તે પછી સનીએ ‘રાગિની એમએમએસ 2’, ‘એક પહેલી લીલા’ અને ‘મસ્તીજાદે’ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. સનીએ ‘બિગ બોસ’ બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતના સમયમાં સનીને એડલ્ટ સ્ટાર તરીકે ઓળખાવવામાં આવતી હતી. આ ઓળખના કારણે જ સની ઝડપથી જાણીતી બની હતી. સનીને શરૂઆતના તબક્કે આ ઓળખ સામે કોઈ વાંધો ન હતો, પરંતુ હવે તેને એડલ્ટ સ્ટારનું ટેગ બોજારૂપ લાગવા માંડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech