’કોટેશન ગેન્ગ’માં અભીનેત્રીનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈને રૂંવાડા ઉભા થઇ જશે
સની લિયોનીના ફેન્સ માટે ખુશખબર છે. સની એના ગ્લેમરસ રોલને કારણે ખૂબ ફેમસ છે. જો કે આ વખતે એક્ટ્રેસ કંઇક નવા જ રોલમાં જોવા મળશે. આ વખતે એક્ટ્રેસ એવું પરફોર્મ કરશે જે જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. સની લિયોનીનાં ગજબના ટ્રાન્સફોર્મેશન લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. ચેન્નઇમાં ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક્ટ્રેસે જણાવ્યું કે, એના રોલ અનુરૂપ એની આઇબ્રોથી લઇને સ્કિનટોન સુધીની દરેક વસ્તુમાં બદલાવ કરવામાં આવ્યો છે.’કોટેશન ગેન્ગ’ નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સની લિયોનીનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાંની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયું છે.
ટ્રેલર જોઇને દર્શકોની ધ્રુજારી છૂટી ગઇ છે. લોકો સની લિયોનીના ટ્રાન્સફોર્મેશનના વખાણ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું છે કે, સની લિયોનીનો દબદબો. જ્યારે બીજા યુઝર્સે લખ્યું છે કે, સની લિયોનીનું પરફોર્મ જોવાની રાહ. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સની લિયોનીએ ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું કે, ‘એવાં અનેક ડાયરેક્ટર અને લોકો છે જે મારી પાસે દરરોજ તેમજ અઠવાડિયામાં અનેક વાર આવે છે અને કહે છે કે, આ રોલ તારી ઇમેજને બદલશે. જ્યારે હું આવું સાંભળુ છું ત્યારે મને બહુ સારું લાગે છે.'
સની લિયોનીએ વધુમાં કહ્યું કે, ‘મને જણાવતાં આનંદ થાય છે કારણકે તેઓ એમની ફિલ્મ અને કહાની પર વિશ્વાસ પર કરે છે, પરંતુ બહુ ઓછા લોકો એવાં હોય છે જે વાસ્તવમાં મારી ઇમેજ બદલતા હોય છે અને હું જે છું એને બદલી દઉં છું. મારા આ રોલ માટે વિશ્વાસ કરવા બદલ પર ધન્યવાદ. આ માટે તમને પણ પણ ધન્યવાદ.’
એક્ટ્રેસ આગળ જણાવે છે કે, ‘આ અદ્ભૂત હતું, મારા ઘરમાં મારી સાથે બેસવું અને મારી પાસે રહેલાં સ્ક્રિપ્ટના દરેક એક શબ્દ વાંચવા માટે ધન્યવાદ. આ ફિલ્મમાં આર્ટિસ્ટ્રી અને શોટ્સ બહુ મસ્ત છે. તમે જે ક્રિએટ કર્યું છે એ બહુ મસ્ત છે અને બધાની મહેનત છે. આ માટે તમને બધાને ખૂબ-ખૂબ ધન્યવાદ. હું તમારી વિશાળ અને ભવ્ય ફિલ્મનો એક નાનો હિસ્સો છું. અમે આશા રાખીએ છીએ કે, દરેક લોકો ફિલ્મ વિશે વાત કરશે અને જોશે.
સપોર્ટિંગ કાસ્ટ અને ટ્વિસ્ટ એન્ટ ટર્ન્સથી ભરેલી કહાની સાથે કોટેશન ગેન્ગ વર્ષની એક ખાસ થ્રિલર બની શકે છે. ટ્રેલર જોતાં એવું લાગી રહ્યું છે કે સની ફેન્સને એક રોલર કોસ્ટર સવાર પર લઇ જવા માટે તૈયાર છે. આ કહાની તમને શરૂથી લઇને અંત સુધી પકડી રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech