ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ, નાસા પર ઉઠ્યા સવાલો

  • June 20, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદારો 6 જૂને અવકાશયાનમાં બેસીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ સુનીતા અને તેના 8 ક્રૂ મેમ્બર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારે નાસાએ અનુમાન લગાવ્યું હતું કે તેઓ અહીં એક સપ્તાહ રોકાશે અને પછી પરત ફરશે પરંતુ હિલિયમ લીક થવા અને સુપરબગ્સના ખતરાને કારણે અનેક સવાલો ઉભા થયા છે.


26 જૂન પહેલા નહીં આવે પરત


હવે નાસાએ મંગળવારે કહ્યું કે સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદારો 26 જૂન પહેલા પરત ફરી શકશે નહીં. નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે મિશન ઓછામાં ઓછા 20 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. અવકાશયાન સ્પેસ સ્ટેશન સાથે સુરક્ષિત રીતે જોડાયેલું છે અને તેની સમસ્યાને શોધી કાઢવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને પરત લાવી શકશે નહીં એવું માનવાનું કોઈ કારણ નથી. અમે કેટલાક વધુ ડેટા દ્વારા કામ કરવા માંગીએ છીએ. નાસાનું કહેવું છે કે જો જરૂર પડે તો સ્ટારલાઈનર ISSમાં 45 દિવસ વિતાવી શકે છે.


અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે. 6 જૂને તેણે ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી. 2012માં, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન વિલિયમ્સ અવકાશમાં ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. સુનીતાને 1998 માં નાસા દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી અને તે બીજા અવકાશ મિશનનો ભાગ બની હતી. 6 જૂને તે બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. 7 અન્ય ક્રૂ મેમ્બર લાંબા સમયથી ISS પર રહે છે. સામાન્ય રીતે સ્પેસ સ્ટેશનમાં ચિંતાનો વિષય અવકાશમાં ઉડતો કાટમાળ અને ઉલ્કાઓ હોય છે પરંતુ આ વખતે સુપરબગને કારણે ચિંતા ઘણી વધી ગઈ છે. હવે નાસા દ્વારા પરત ફરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application