ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશ માટે રવાના થયા છે. તે બોઈંગ કંપનીના સ્ટારલાઈનર અવકાશયાન દ્રારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થઈ હતી. વિલિયમ્સ યુએસ નેવલ એકેડમીમાં તાલીમ લીધા બાદ યુએસ નેવીમાં જોડાયા હતા. તેણીને ૧૯૯૮ માં નાસા અવકાશયાત્રી તરીકે પસદં કરવામાં આવી હતી. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અન્ય સાથીદાર સાથે ત્રીજી વખત અવકાશમાં જવા રવાના થઈ હતી. આ સાથે બંનેએ બોઈંગ કંપનીના સ્ટારલાઈનર સ્પેસક્રાટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો. વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ લાઇટ ટેસ્ટ મિશનએ લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઘણા વિલબં પછી ઉપડુ.ં વિલિયમ્સે પણ આ પ્રકારના મિશન પર જનાર પ્રથમ મહિલા તરીકે ઈતિહાસ રચ્યો હતો. વિલિયમ્સ ૨૦૧૨ માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સફર દરમિયાન અવકાશમાં ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યકિત બન્યા. વિલિયમ્સ યુએસ નેવલ એકેડમીમાં તાલીમ લીધા બાદ મે ૧૯૮૭માં યુએસ નેવીમાં જોડાયા હતા. વિલિયમ્સને ૧૯૯૮માં નાસા દ્રારા અવકાશયાત્રી તરીકે પસદં કરવામાં આવ્યા હતા અને તેઓ બે અવકાશ મિશનનો ભાગ રહ્યા છે– ૨૦૦૬માં મિશન ૧૪૧૫ અને ૨૦૧૨માં મિશન ૩૨૩૩.
તેણીએ ઓપરેશન–૩૨માં લાઇટ એન્જિનિયર અને ત્યારબાદ ઓપરેશન–૩૩ના કમાન્ડર તરીકે સેવા આપી હતી. બોઈંગનું 'ક્રુડ લાઇટ ટેસ્ટ મિશન' સ્પેસક્રાટ ડેવલપમેન્ટમાં અડચણોને કારણે ઘણા વર્ષેાથી વિલંબિત થયું હતું. તેઓ ગુવારે અવકાશયાન સ્પેસ સ્ટેશન પર પહોંચશે. તેઓ ૧૪ જૂનના રોજ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટસના દૂરના રણમાં ફરી ઉતરાણ માટે સ્ટારલાઇનર અવકાશયાનને રિબોડિગ કરતા પહેલા પરિભ્રમણ પ્રયોગશાળામાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પસાર કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech